તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ

નવસારી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણી પંચ નકકી કરેલ કાર્યક્રમ મુજબ તા.૧/૧/૨૦૧૩ની લાયકાતની તારીખના સંર્દભમાં આખરી પ્રસિદ્ધ કરવામાં આવેલ મતદારયાદીમાં સમાવિષ્ટ મતદારોની વિગતોની સંપૂર્ણ ચકાસણી બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘેર ઘેર ફરીને કરવાની સુચના છે તે મુજબ નવસારી જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૧૩થી તા.૨૧/૦૭/૨૦૧૩ દરમિયાન બુથ લેવલ ઓફિસરો તેમના વિસ્તારમાં આવેલ તમામ મતદારોના ઘરોની રૂબરૂ મુલાકાત લેશે અને મતદારોની વિગતોની ચકાસણી કરશે. જેમાં લાયકાતની તારીખે એટલે કે તા.૧/૦૧/૨૦૧૪ની સ્થિતિએ જેના ૧૮ વર્ષ પૂરા કરેલ હોય તેવા મતદારોના નામ દાખલ કરવાના રહી ગયેલ હશે તો તે માટે ફોર્મ નં.૬ તથા જે સ્રી મતદારોથી લગ્ન થવાથી કે અન્યત્ર સ્થાળાંતર કે મતદારનું મૃત્યુ થયેલ હોય તો તેઓનું ફોર્મ નં.૭ ભરવાનું રહેશે તેમજ મતદારયાદીની વિગતો સુધારવા ફોર્મ નં.૮ ભરવાનું રહેશે. આ કાર્યક્રમ દરમિયાન તા.૦૭/૦૭/૨૦૧૩ના રવિવારના રોજ સંબંધિત મતદાર મથક ઉપર સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી બીએલઓ હાજર રહેશે અને ફોર્મ આપશે તેમજ સ્વીકારશે આમ, કલેકટર અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.