તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધમકીના કેસમાં મેહુલ લાખાણીની અટક

ધમકીના કેસમાં મેહુલ લાખાણીની અટક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં તીઘરા જકાતનાકા પાસે રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા કેયુર દેસાઈને ત્યાં ૧૦મી મે ૨૦૧૩ના રોજ કેટલાક શખ્સ પહોંચી ગયા હતા. રાત્રે કેયુર દેસાઈના પત્નીએ દરવાજો ખોલતા કેયુર ક્યાં છે? તેમ કહી તેની પાસે રૂપિયા લેવાના બાકી છે તેમ કહી કેયુર દેસાઈના પરિવારને ધમકી આપી હતી. તેઓ કેયુરના ઘરમાં ઘૂસી ગયા હતા અને એ વખતે કેયુરની પત્નીએ એ વખતે નાણાં બાબતે પૂછતા ઉશ્કેરાઈને મેહુલ લાખાણીના સાથીદારે તેમને એક તમાચો મારી દીધો હતો. જતાં જતાં તેઓ કહી ગયા હતા કે આજે તો બચી ગયો છે પણ પછી નહીં બચે એમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની કેફિયત કેયુરભાઈની પત્નીએ તેમને કરતા કેયુર દેસાઈએ મેહુલ લાખાણી તથા માણસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે મેહુલ લાખાણીના બે માણસોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે મેહુલ લાખાણીને પોલીસે ઝડપી પાડÛો હતો.