• Gujarati News
  • દીપડાએ શિકાર કરતા ગભરાટ

દીપડાએ શિકાર કરતા ગભરાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના આટ ગામના રૂપન તળાવ ખાતે મંગળવારની રાત્રિ દરમિયાન દીપડાએ એક વાછરડું ફાડી ખાતા અને એકને ઇજા પહોંચાડતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.જો કે નવસારી એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યોએ આટ ખાતે વનખાતાના સહયોગથી તાકીદે પાંજરૂ મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે.
આટ ગામના રૂપન તળાવ ફિળયા ખાતે છેલ્લા ઘણાં સમયથી ખેતીવાડી વિસ્તારમાં દીપડાના પગલાં દેખાય રહ્યા હતા. બે અઢી મહિના અગાઉ રૂપન તળાવના ખેડૂત જયંતભિાઇ ગોસાંઇભાઇ પટેલના સીમાળમાં આવેલા શેરડીના ખેતરમાં એક કૂતરૂં ફાડી ખાધેલ હાલતમાં જોવા મળ્યું હતું. આ મૃત કૂતરાંની આસપાસ પડેલા પગલાં દીપડાના હોવાનું તે વખતે એનિમલ સોસાયટીના સભ્યોએ જણાવતા ખેડૂતોમાં દહેશત ફેલાઇ હતી. જો કે ત્યારબાદ દીપડો કોઇને નજરે દેખાવાની કે કોઇ પશુઓના શિકાર થવાની ઘટના ન બનતા ખેડૂતોએ દીપડો ભાગી ગયો હોવાનું સમજી રાહતનો દમ લીધો હતો.
અઢી ત્રણ મહિનાના સમયગાળા બાદ બુધવારના વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસા દરમિયાન આટ ગામના રૂપન તળાવના પશુપાલક બાબુભાઇ છોટુભાઇ પટેલ પોતાના ઘરની બાજુમાં કોઢારમાં બાંધેલા પાળેલા પશુઓનું દૂધ દોહવા ગયા હતા તે વખતે તેમને તેમની પાંચેક મહિનાની એક વાછરડીને કોઇક જાનવરે ફાડી ખાધેલી મૃત હાલતમાં તથા બીજી સાતેક માસની વાછરડીને ઇજા પહોંચાડેલી હાલતમાં જોવા મળી હતી.તેમણે ઇજા પામેલી તથા ફાડી ખાધેલી મૃત વાછરડી અંગે વધુ જાણકારી મેળવવા માટે વનખાતાનો સંપર્ક સાધ્યો હતો.
તે સંદર્ભે વનખાતાના અધિકારી રાજેષ પરમાર તથા નવસારી એનિમલ સોસાયટીના સભ્ય વસંતભાઇ (શિવાભાઇ) નાયકાએ આટ ગામના રૂપન તળાવ ખાતે સ્થળ ઉપર જઇ તપાસ કરતાં પશુઓના કોઢારની આસપાસ દીપડાના પગના નશિાન જોવા મળી આવ્યા હતા.તે ઉપરાંત તેઓએ મૃત વાછરડીની પણ તપાસ કરતાં દીપડો જે રીતે શિકાર કરે તેજ રીતના તમામ ચિન્હો મળી આવતા આ શિકાર દીપડાએ જ કર્યો હોવાનું તારણ કાઢી આ પાળેલા પશુઓનો શિકાર કરતા દીપડાને પાંજરે પુરવા રૂપન તળાવ ખાતે પાંજરૂ મૂકી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે,તો બીજી તરફ માનવ વસ્તીમાં આવી દીપડાએ કોઢારમાં બાંધેલા પશુઓનો શિકાર કરતાં રૂપન તળાવના રહેવાસીઓમાં ભય ફેલાયો છે.
૧૦ મહિનાથી કાંઠા વિભાગમાં દીપડો
છેલ્લા દસ મહિનામાં કાંઠા વિસ્તારના કરાડી,મટવાડ,મછાડ-બોદાલી તથા પેથાણ કોથમડી જેવા ગામોમાં દીપડો અનેક લોકોને નજરે જોવા મળ્યો હતો.બોદાલી ખાતે તો એક ખેતમજૂરે દીપડાને બચ્ચા સાથે પણ જોયો હતો.ઉપરોકત ગામોમાં સમયાંતરે દીપડાએ પાળેલા પશુઓના શિકાર પણ કર્યા હતા.આ દીપડાને પાંજરે પુરવા અનેક ગામોમાં વનખાતાના સહયોગથી એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યોએ પાંજરૂ મૂકી દીપડાને પાંજરે પૂરવા મહામહેનત કરી હતી તેમ છતાં આ ચાલાક દીપડો પાંજરે પુરાયો ન હતો. હાલ આટના રૂપન તળાવ ખાતેથી દીપડાને પાંજરે પુરવામાં એનિમલ ખાતાને સફળતા હાંસલ થશે કે કેમ એતો સમય જ બતાવશે.