તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંડવી હાઈસ્કૂલના સ્થાપના દિનની ઉજવણી

માંડવી હાઈસ્કૂલના સ્થાપના દિનની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્રેની માંડવી એજયુકેશન સોસાયટી સંચાલિત માંડવી હાઈસ્કૂલમાં ૧૨૧ વર્ષ પૂર્ણ કરી ૧૨૨માં વર્ષમાં પ્રવેશ કરતાં શાળા પરિવાર તથા સંચાલક મંડળના હોદ્દદારો દ્વારા સ્થાપક મહાનુભવોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શાળાના ઈતિહાસનો ચિતાર આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત આચાર્ય અશોકભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભવોને આવકાયૉ હતાં. ત્યારબાદ શાળાના કેમ્પસમાં આવેલા એ. સી. મધ્યસ્થ લાઇબ્રેરીમાં સ્થાપિત કરેલી સંસ્થાના સ્થાપક સ્વ. જગનેશ્ર્વર પુરણજી શુકલની પ્રતિમા પાસે જઈ પુષ્પહાર અર્પણ કરી વંદના કરાઈ હતી. કેમ્પસ ડાયરેકટર હિતેન્દ્રભાઈ શુકલએ સવા સદી પહેલા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકના બીજનું વાવેતર કરનાર મહાન હસ્તીઓની દીર્ઘ ર્દિષ્ટને બિરદાવી હતી. તેમણે પ્રતિકુળ સ્થિતિઓમાં પણ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ભૂખ સંતોષવા કરાયેલ ભગીરથ કાર્યની સરાહના કરી હતી. શાળા કેમ્પસના તમામ બાળકોને મો મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી.