તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તેન ગામે જમીન ચકાસણી કેન્દ્રમાં તાળાં તૂટયા

તેન ગામે જમીન ચકાસણી કેન્દ્રમાં તાળાં તૂટયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના તેન રોડ પર આવેલી જમીન ચકાસણી કેન્દ્રની કચેરીમાં અગાઉ પણ ચાર વખત તાળા તૂટયા છે. અંંદર પ્રવેશી તસ્કરો તોડફોડ કરી નુકસાન પહોંચાડવા સાથે નળ કે ભંગાર સામાનની ચોરીની ઘટના બની ચૂકી છે.
જમીન ચકાસણી ઓફિસના અધિકારીઓ પૂરી તકેદારી રાખતા હોવા છતાં તસ્કરો સમય અંંતરે નુકસાન કરતાં રહે છે. મંગળવારની રાત્રે પણ ફરી એકવાર જમીન ચકાસણીની ઓફિસના બે તાળા તોડી અંંદર પ્રવેશ કર્યો હતો. પરંતુ મુખ્ય ઓફિસનો ગેટનું તાળુ તસ્કરોથી તૂટયું ન હતું. જેથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ ઓફિસમાં ચોરી કરવા પાછળ ભંગારનો સામાન મળી રહે એવી આશયથી તસ્કરો ધૂસતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કામ દારૂ પીવાની ટેવવાળા પણ હોઈ શકે. ગત રાત્રિ સમયે તૂટેલા તાળા બાદ નુકસાન સિવાય તસ્કરો નિષ્ફળ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.