• Gujarati News
  • તૂટેલા વીજથાંભલાથી કરંટ લાગતાં ખેડૂત હોસ્પિટલમાં

તૂટેલા વીજથાંભલાથી કરંટ લાગતાં ખેડૂત હોસ્પિટલમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના શ્રાવણીયા ગામે વરસાદની સાથે થોડા પવનના કારણે તૂટી પડેલા વીજના થાંભલા પરના જીવંત વાયરના સંપર્કમાં આવી ગયેલા બળદનું મોત થયાનું નોંધાયું હતું. આ સાથે ખેડૂતને પણ વીજળીના જોરદાર આંચકો લાગતા તેમને હોસ્પિટલ ભેગો કરાયો હોવાની વિગતો જાણવા
મળી છે.
આ અંગે જાણવા મળેલી વગિત મુજબ સોનગઢ તાલુકાના શ્રાવણીયા ગામે પંદર દિવસ પહેલા વરસાદને કારણે વીજ થાંભલા તૂટી પડ્યા હતાં. આ અંગે ગ્રામજનોએ વીજકંપનીમાં જાણ કરતાં આ લાઈનનો વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. આ લાઈનને ફરી શરૂ કરવા ગ્રામજનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં અવારનવાર રજુઆત કરી હતી, પરંતુ કંપની દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં હાલમાં પણ આ વાયરો ખુલ્લા પડ્યા છે.
બુધવારના દિવસે સવારે શ્રાવણીયાના શાકાભાઈ ઉકડીયાભાઈ ગામીત (૫૦) નામના ખેડૂત પોતાના બળદની જોડી સાથે ખેતરમાં ખેડવાના કામે જવા નીકળ્યા હતાં. તેઓ ખેતરના શેઢા પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે આ શેઢાની નજીક પડેલા ઈલેકટ્રીક વાયરોમાં વીજ પ્રવાહ વહેવા માંડતા બળદને જોરદાર આંચકો લાગવા સાથે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. એ સાથે બીજા બાળકને પણ વીજઆંચકો લાગવા છતાં એનો બચાવ થયો હતો. આ બળદની સાથે જઈ રહ્લો ખેડૂત એવા સાકાભાઈ ગામીતને પણ વીજ કરંટ લાગ્યો હતો.
આ બનાવ અંગે ગામના આગેવાનોને જાણ થતાં એમણે ૧૦૮ વાનને જાણ કરી હતી. જોકે એ પહેલા ગ્રામજનો સાકાભાઈને લઈને ખાનગી વાહનમાં દેવલપાડા સુધી લઈ આવ્યા હતાં. ત્યાંથી ૧૦૮ વાનમાં ખસેડાયા બાદ એમની પ્રાથમિક સારવાર શકય બની હતી. આ બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવતાં પોલીસે નોધ કરી હતી.

તારમાં વીજપ્રવાહ કઈ રીતે શરૂ થયો ?
આ બનાવમાં શ્રાવણીયા ગામ ગત પંદર દિવસ પહેલા વીજ થાંભલા પડી ગયા હતાં. એ સમયે ગ્રામજનોએ ફોન કરી વીજ પ્રવાહ બંધ કરાવી દીધો હતો. જોકે, બંધ થયેલ વીજ પ્રવાહ બુધવારે જમીન પર પડેલા વાયરોમાં કઈ રીતે શરૂ થઈ ગયો એ અંગે તપાસની માગ ગ્રામજનોએ કરી હતી.

જિલ્લા કલેકટરને પણ રજુઆત
શ્રાવણીયા ગામે પંદર દિવસથી ઈલેકટ્રીક લાઈન સાથેના વીજથાંભલા તૂટી પડવાના ઘટના બની હતી. આ બાબતે કંપનીમાં અવાર નવાર રજુઆતો કરવાનો ભોગ ગરીબ ખેડૂત બની ગયા છે. એણે જિંદગીની મુડી સમાન બળદ ગૂમાવ્યો છે. મંગળવારે આ ગામમાં તાપી કલેકટર પણ આવ્યા હતાં. સરપંચ ગંગાબહેન ગામીત દ્વારા આ બાબતે તેમને પણ રજુઆત થઈ હતી.