તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કડોદરા ખાડી પાસે નવજાત મૃત બાળકીને ત્યજી દેવાઈ

કડોદરા ખાડી પાસે નવજાત મૃત બાળકીને ત્યજી દેવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા ખાડીના પુલના નાકે ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે નં ૮ ઉપર પુલની નીચે એક બાજુ ઉપરથી બુધવારે સવારે નિષ્ઠુર જનેતાએ મૃત હાલતમાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જોેકે, આ હદ કામરેજ તાલુકાની હોય આથી કામરેજ પોલીસે આ અંગે મૃત શરીરને છુપી રીતે નિકાલ કરી જન્મ છુપાવવાનો અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો
નોંધ્યો હતો.
આ બનાવ અંગે ઘટનાસ્થળેથી જાણવા મળેલી વિગતો અનુસાર સુરત જિલ્લાના નેશનલ હાઈવે નં ૮ ઉપર કડોદરા ખાડીના પુને નાકે નિચેના ભાગે એક નવજાત બાળકી મૃત હાલતમાં ત્યજી દેવાઈ હોવાની જાણ કડોદરા પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ઘટના સ્થળે જોઈને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જગ્યા કામરેજ તાલુકાની ઉંભેળ ગામની સીમ હોય જેથી ઊંભેળ આઉટ પોસ્ટના પોલીસ સ્ટાફના જાણ કરવામાં આવી હતી.
તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતાં એક પૂર્ણ માસે તાજી જન્મેલી બાળકીને જન્મ છુપાવવાના ઈરાદે નિષ્ઠુર જનેતાએ મૃત હાલતમાં એક સફેદ કલરના કપડામાં વીંટાળીને ખાડીને એક બાજુ પર પુલની નીચે નાકે ત્યજી દીધી હતી. તાજી જન્મેલી બાળકીને મૃત હાલતમાં ત્યજી દીધી હોવાની જાણ હાઈવે ઉપરતી પસાર થતા વાહનચાલકોને થતાં મોટી સંખ્યામાં વાહન ઊભુ રાખીને લોકો જોવા ઊભા રહ્યાં હતાં.
જોકે, ઘટના અંગે કામરેજ પોલીસે નિષ્ઠુર જનેતા કે અજાણ્યા શખ્સ વિરુદ્ધ મૃત શરીરને છુપી રીતે નિકાલ કરી જન્મ છુપાવવાને ઈરાદે બાળકીને ત્યજી દેવાના ઈરાદે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.
બાળાનો મૃતદેહ ચાર દિવસ અગાઉનો
કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં કડોદરા ખાડીના પુલ નજીકથી મળી આવેલ તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ ત્રણથી ચાર દિવસ અગાઉનો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત બાળકીના શરીર તેમજ માથાના ભાગે ઈજાના નશિાન મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હવે આ ઈજા કઈ રીતે થઈ હતી, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.