તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • છકડાની ટક્કરે બાઈક પર સવાર મહિલાનું મોત

છકડાની ટક્કરે બાઈક પર સવાર મહિલાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના લશકાણા ગામની સીમમાં સુરત કામરેજ રોડ ઉપર મંગળવારના રોજ ડાયમંડ નગરની પાસે ગોધાણી ફાર્મની સામે સુરતથી બજાજ બોકસર મોટરસાઈકલ (જીજે-૫બીકે-૮૭૬૨) પર અતુલભાઈ અમરતલાલ પટેલ (રહે. શુભમ રો હાઉસ, પાસોદરા) તથા પાછળ બેઠેલા મુÌાીબહેન લક્ષ્મીપ્રસાદ ગુપ્તા (૬૫) (રહે. હાલ. શુભમ રોહાઉસ પાસોદરા, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) મોટરસાઈકલની પાછળથી આવતાં છકડા રિક્ષાચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઈકલ સવાર ચાલક તથા મહિલા રોડ ઉપર પટકાતા મુÌાીબહેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મોત નીપજયું હતું. જ્યારે ચાલક અતુલભાઈને ઈજા થઈ હતી. આ ઘટના બનતા છકડા ચાલક નાસી છુટÛો હતો. આ અંગે અતુલભાઈએ ફરિયાદ નોંધાવી હતી.