તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વીજતારને ક્રેઈન અડી જતાં કરંટથી એકનું મોત, બે દાÍયા

વીજતારને ક્રેઈન અડી જતાં કરંટથી એકનું મોત, બે દાÍયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લસકાણા ડાયમંડ નગરમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં મશીન ચઢાવી ક્રેઇન આગળ-પાછળ લેતા કારખાનાની ઉપર પસાર થતી ડીજીવીસીએલની ચાલુ વીજપ્રવાહની લાઈનના તારમાં ક્રેઈન અડી ગઈ હતી. આ કારણે ક્રેઈનમાં સવાર ત્રણ માણસોને કરંટ લગતા એકનું મોત નીપજયું, જ્યારે બેને કરંટ લાગતાં સ્મીમેરમાં દાખલ કરાયા હતા.
મૂળ બહિારના વતની અને હાલ લિંબાયત નીલગીરી સર્કલ પાસે રહેતા રીઝવાનઅલી સફીઅહમંદ શા (ઉ.વ.૨૨), શહેન આલમ ચાંદ શા(ઉ.વ.૨૨) અને અંકિત અજય યાદવ (ઉ.વ.૨૦) બુધવારના રોજ ક્રેઈન નં (જીજે-૫સીઈ-૭૫૨૮)ના માલિક સબ્બીર કરીમ મલેકની સાથે સાંજના ત્રણ કલાકે લસકાણા ગામે ડાયમંડ નગર ખાતે મગનભાઈના પ્લોટ નં ૩૩૩ના કારખાનામાં એમ્બ્રોઇડરીનું મશીન ચઢાવવા આવ્યા હતાં. મશીન ચઢાવ્યા બાદ ક્રેઈન આગળ પાછળ કરતાં ક્રેઈનનો એક ભાગ વીજતાર સાથે અડી ગયો હતો. આ દુર્ઘટનામાં ક્રેઈનમાં કામ કરતાં ત્રણે યુવાનને કરંટ લાગ્યો હતો અને દાઝી ગયા હતા. આ તમામને સારવાર માટે ૧૦૮માં સુરતની સ્મીમેરમાં ખેસડાયા હતાં, જયાં રીઝવાન અલીનું મોત નીપજયું હતું, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત હાલ સારવાર લઈ રહ્યાં છે.