તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વેસ્ટમાંથી બેસ્ટ ‘ટોઈઝ ફ્રોમ ટ્રેસ’ રાષ્ટ્રકક્ષાએ ચમકશે

વેસ્ટમાંથી બેસ્ટ ‘ટોઈઝ ફ્રોમ ટ્રેસ’ રાષ્ટ્રકક્ષાએ ચમકશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકા બાદ જિલ્લાકક્ષાએ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કૃતિઓ રજુ કરી પ્રથમ ક્રમે આવનારી પ્રાથમિક શાળા રાજ્યકક્ષાએ પણ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે આવી રહી છે. સરસ ગામની આ પ્રાથમિક શાળા રાજ્યકક્ષાએ પોતાનું નામ તો રોશન કરતી આવી જ છે. વિજ્ઞાનના જુદાજુદા નિયમો પર તૈયાર કરાયેલી કૃતિ હવે રાજ્ય કક્ષા બાદ રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનમાં રજુ કરી તાલુકાને રાષ્ટ્રીયસ્તરે નામના અપાવવા તૈયારી શાળાના શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે.
ઓલપાડ તાલુકામાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરસ ગામની પ્રાથમિક શાળામાં તાલુકાના ગામોમાં રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારના બાળકો અભ્યાસ અર્થે આવે છે. ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લાની શાળાઓમાં યોજાતા ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાની પ્રાથમિક શાળા બે વર્ષથી રાજ્યકક્ષા સુધી પ્રથમક્રમે રહી છે. ગત વર્ષે તાલુકાના બરબોધનની પ્રા. શાળાના બાળકોએ તૈયાર કરેલી કૃતિએ રાજ્યકક્ષાએ પ્રથમક્રમ મેળવી હતી. તેમજ દિલ્હીના રામાનુજ મેથ્સકલબમાં યોજાયેલ પ્રદર્શનમાં પોતાની કૃતિ રજુ કરી રાષ્ટ્રીયસ્તરે પ્રથમક્રમ મેળવ્યો હતો.
૨૦૧૩માં ઓલપાડ તાલુકાના સરસ ગામ પ્રા. શાળાના શિક્ષક કિરીટભાઈ પી. પટેલના માર્ગદર્શન હેઠળ શાળાની બાળ વૈજ્ઞાનિક વભિૂતી કે. પટેલ અને વંદિતા એમ. પટેલે તૈયાર કરેલી સાઈન્ટીફીક રમકડાની કૃતિ રજુ કરી છે. જેમાં જુદાજુદા પ્રકારના વેસ્ટનો ઉપયોગ કરીને ફકત ૧૦૦ રૂપિયાના નજીવા ખર્ચે આ કૃતિ તૈયાર કરવામાં આવી છે.
સરસ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી કૃતિ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યા બાદ ગત દિવસમાં રાજકોટ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેમાં સરસ ગામ પ્રા. શાળાની કૃતિ પસંદ થવા સાથે તેમનું રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ આવ્યો છે.હવે સરસ ગામની પ્રાથમિક શાળાની બાળ વૈજ્ઞાનિકો હવે પોતાની શાળા રાષ્ટ્રીયકક્ષાએ નામ રોશન કરવાની તૈયારી કરી રહ્યાં છે.
સિરિંજની મદદથી હાઈડ્રોલીક જેક બનાવાયો
સરસ ગામ પ્રા. શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વૈસ્ટ સિરિંજમાંથી હાઈડ્રોલિક જેક બનાવ્યો છે. આ જેકમાં ઓછા બળે વધુ વજન ઊંચકી શકવાની ક્ષમતા છે. માત્ર ૫૦ એમએલની સિરિંજના ઉપયોગથી બનાવેલ હાઈડ્રોલીક જેક ૫ કગિ્રા જેટલું વજન સહેલાયથી ઉંચકી શકે છે. ત્યારે સિરિંજના વેસ્ટમાંથી બનાવેલા આ પ્રોજેકટને સરસ પ્રા. શાળાને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ અપાવ્યો છે.
કેવી રીતે તૈયાર થઈ કૃતિ?
વિજ્ઞાનના જુદાજુદા નિયમોથી કાર્યરત હાઈડ્રોલિક જેક, બોલ બાઉન્સ, ફ્લાઈંગ બોલ, સ્થીર વિધ્યુત, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, ફઝિીકસ કે મેજિક, સ્મોકિંગ રિંગ, સ્ટ્રો સ્પીનર, બોટલ ટબૉઈન, ટોનેgડો, વોટર ટબૉઈન જેવી ૧૧ વિવિધ પ્રકારની કૃતિઓ બનાવવામાં આવી છે.