તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સોના, ચાંદી સાથેનું લુટાયેલું મેટાડોર આ રીતે શોધાયું

સોના, ચાંદી સાથેનું લુટાયેલું મેટાડોર આ રીતે શોધાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગોદરા નજીક ગતરાતે લુટારુ ટોળકીએ ગતરાતે આંગડિયા પેઢીના કરોડો રૂપિયાના સોના,ચાંદીના પાર્સલ ભરેલા મેટાડોરની લૂંટ ચલાવતા રાજ્યભરની પોલીસને સર્તક કરી દેવામાં આવી હતી. લુટાયેલું મેટાડોર કઇ દિશામાં જઇ રહ્યું છે એ શોધીને નાકાબંધી કરાવાતાં લૂટારૂ ટોળી મેટાડોર રેઢું મૂકીને નાસી ગઇ હતી. લુટાયેલા મેટાડોરનું લોકેશન શોધવામાં રાજકોટ રેન્જ આઇજીના કમ્પ્યુટર સેલના પીએસઆઇ ઝાલાની ભૂમિકા મહત્વની રહી છે.
કરોડોના સોના,ચાંદી ભરેલા મેટાડોરના લૂંટના બનાવની જાણ થતાં રાજકોટ રેન્જ આઇજી પ્રવીણકુમાર સિન્હાએ આ લૂંટમાં અંગત રસ દાખવ્યો હતો. તેમણે આધુનિક ટેકનોલોજીથી અનેક ગુના ઉકેલનાર કમ્પ્યુટર સેલના અધિકારી એન.એન.ઝાલાને લુટારુનું પગેરંુ શોધવાની કામગીરી સોંપી હતી. પી.એસ.આઇ.ઝાલાએ બગોદરાના મહિલા એસ.પી. પાટીલનો રાતે સંપર્ક કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. તેમજ મેટાડોરના ડ્રાઇવર દિલીપ અને તેની સાથે કર્મચારી સાથે વાત કરીને જરૂરી માહિતી મેળવી હતી. ડ્રાઇવરે જાણકારી આપી હપી કે તેમનો એક મોબાઇલ મેટાડોરની અંદર રહી ગયો છે.
મેટાડોરમાં મોબાઇલ રહી ગયાની વાત સાંભળીને ઝાલાની આંખમાં અનેરી ચમક આવી ગઇ. તેમણે તરત જ પોતાનું કામ શરૂ કરી દીધું. એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગથી ઝાલાએ ડ્રાઇવરના એ મોબાઇલનું લોકેશન ટ્રેસ કરીને મેટાડોર કઇ દિશામાં જઇ રહ્યું છે તે જાણી સંબંધિત પોલીસને એલર્ટ કરી હતી. ચારે દિશામાં પોલીસને ઘેરો જોઇને લૂટારાઓ ડીસા નજીક મેટાડોર રેઢું મુકીને નાસી ગયા હતા. મેટાડોરમાંથી ૧.૬૦ કરોડનો માલ મળી આવ્યો હતો.ઉલ્લેખનીય છેકે પીએસઆઇ ઝાલાને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગત વર્ષે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. આજે તેમણે ફરી એક વખત પોતાની કાબેલિયત પૂરવાર કરી હતી.