તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સૌરાષ્ટ્રના સોનીઓનું કરોડોનું સોનું લુટાયું

સૌરાષ્ટ્રના સોનીઓનું કરોડોનું સોનું લુટાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી સોના,ચાંદીના પાર્સલ ભરીને રાજકોટ રવાના થયેલા ઇશ્ર્વર બેચર આંગડિયાના આઇસર મેટાડોરને ગતરાતે લુટારુ ટોળકીએ લંૂટી લીધું હતું. લુટાયેલું મેટાડોર ડીસા નજીકથી મળી આવ્યું છે.જોકે અંદરથી આશરે ૩,૭પ૦ કિલો ચાંદી અને ૧પ૦ કિલોથી વધુ સોનું લુટારા લઇ ગયા હતા. લુટાયેલો તમામ માલ રાજકોટ,સૌરાષ્ટ્રના વેપારીઓનો હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવની જાણ થતાં રાજકોટના અગ્રણી વેપારીઓ તાત્કાલિક ડીસા પહોંચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી અલગ અલગ આંગડિયા મારફત રાજકોટના વેપારીઓને મોકલવાના સોના,ચાંદીના તમામ પાર્સલ ઇશ્ર્વર બેચર આંગડિયાના મેટાડોરમાં રાજકોટ તરફ રવાના કરાયો હતો. જીપમાં આવેલા લુટારાઓ બગોદરા નજીક કરોડોના સોના,ચાંદી ભરેલા મેટાડોરની દિલધડક લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આશરે ૨૦ કરોડથી વધુ રકમની ચાંદી અને સોનાની લૂંટ થયાની વાત મળતા રાજકોટ સોની બજારના વેપારીઓના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.
લૂંટાયેલો તમામ માલ રાજકોટ-સૌરાષ્ટ્રના ૩૦ વેપારીનો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. લૂંટના બનાવની વાત વાયુવેગે પ્રસરી જતાં સિલ્વર માર્કેટ એસોસિએશનના પ્રમુખ મનુભાઇ પાટડિયા, સામાકાંઠાના અવિનાશભાઇ,એડી બુલીયનવાળા અતુલભાઇ, જે.કે.જવેલર્સવાળા પંકજભાઇ, નટુભાઇ કાપડિયા, કીતિgભાઇ મેઘાણી, આર.કે.સિલ્વરવાળા રણજીતભાઇ, મનુભાઇ પરમાર,અરવિંદભાઇ, પોપ્યુલર ગ્રૂપ સહિતના અગ્રણી વેપારીઓ તાબડતોબ બગોદરા જવા રવાના થઇ ગયા હતા. અને લુટાયેલું મેટાડોર ડીસા નજીકથી રેઢું મળતા વેપારીઓ ડીસા પહોંચ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે મેટાડોરના ચોરખાનામાંથી ૩ાા કિલો સોનાના દાણા અને થોડી ચાંદી સહિત આશરે ૧.૬૦ કરોડનો માલ મળ્યો હતો. બાકીનો કરોડોનો માલ લુટારા લંૂટી ગયા હતા. માતબર રકમના સોના-ચાંદીની લૂંટ અને મુંબઇમાં કરોડોનો માલ જપ્ત થઇ જતાં સોની બજારના વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. વેપારીઓ કફોડી હાલતમાં મુકાઇ ગયા છે.
રાજકોટમાંથી મોટી સંખ્યામાં સોની અગ્રણીઓ તથા સોના-ચાંદી એસોસિએશનના હોદે્દારો પહેલા બગોદરા અને બાદમાં ટ્રક જયાંથી મળ્યો તે સ્થળે દોડી ગયા હતા. બન્ને સ્થળે રાજકોટ પાસિંગ વાળી ગાડીઓનો ખડકલો થઈ ગયો હતો. તસવીર : શૈલેષ પ્રજાપતિ
તો ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટી લૂંટ હશે
સોની બજારના સૂત્રોના કહેવા મુજબ મેટાડોરમાંથી જે માલ લૂંટાયો છે તેમાં ચાંદીની ૩૦ કિલોની એક એવી ૧૨૬ સીલી એટલે કે ૩,૭૮૦ કિલો ચાંદી અને સોનાની ૧૫૦ કિલો વજનની લગડીઓ હતી. જો આટલી સોના, ચાંદીની લૂંટ થઇ હોય તો આંકડો બાવન કરોડ ઉપર પહોંચે તેમજ બાવન કરોડની લૂંટ થઇ હોય તો એ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી આંગડિયા લૂંટ ગણાય.

આંગડિયાના કર્મચારીએ ‘ટીપ’આપ્યાની શંકા
આ લૂંટમાં આંગડિયાના કોઇ એક કર્મચારીની સંડોવણી હોવાની શંકા સેવાય છે. તેની સંડોવણી વિના આ લૂંટ શકય નથી તેમ પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. આંગડિયાના મોટાભાગના કર્મચારીઓ મહેસાણા પંથકના છે. લૂંટી લેવાયેલું મેટાડોર ડીસા નજીક રેઢું મળ્યું હતું એ ઉપરથી લૂંટમાં આંગડિયાના કર્મચારીની સંડોવણીની શંકા વધુ દ્રઢ બની છે.
તમામ માલ એક નંબરના અને બિલવાળો હતો
અમદાવાદથી રાજકોટ માટે રવાના થયેલો સોના, ચાંદીનો તમામ માલ બિલવાળો હોવાનું સોની બજારના સૂત્રોનું કહેવું છે. વેપારીઓ અમદાવાદથી એડવાન્સ ચેક મોકલીને માલ મગાવતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે પોલીસ અત્યારે લૂંટારૂગેંગનું પગેરંુ શોધવા કવાયત કરી રહી છે.