તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • છ ટેકનીકલ કોર્ષમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવી

છ ટેકનીકલ કોર્ષમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયત તાપી-વ્યારાના કુટિર ઉદ્યોગ કેન્દ્રના નવા સત્રનો પ્રારંભ તા.૧/૮/૧૩ના રોજથી થશે. આ તાલીમ કેન્દ્રમાં જુદા જુદા છ ટેકનીકલ કોર્ષ માટેની વિનામૂલ્યે તાલીમ તથા શિષ્યવૃતિ આપવામાં આવે છે.
જેમાં ટર્નર માટે ધો.૧૦ પાસ, વાયરમેન માટે ધો.૮ પાસ, વેલ્ડીગ માટે ધો.૭ પાસ, ઓટો માટે ધો.૯ પાસ, ટેલરીગ( મહિલા) ધો.૮ પાસ, ડી.ટી.પી.(કોમ્પ્યુટર) સ્કીન પિ્રન્ટીગ અને બાઈન્ડીગ વર્ગ (મહિલા-પુરુષ) ધો.૯ પાસની લાયકાત ધરાવતા ૧૪ થી ૩૦ વર્ષની વય ધરાવતા અનુ.જાતિ, અનુ.જનજાતિ અને બક્ષીપંચના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ રેકટર કમ સુપિ્રન્ટેન્ડન્ટની કચેરી, કુટિર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, વ્યારા, ઠે.સહકારી જીનના મકાનમાં રેલ્વે સ્ટેશન રોડ, વ્યારા ખાતે કોરા કાગળ પર અરજી કરવાની રહેશે.