તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરભોણ માર્ગ પરના ખાડાઓથી વાહનચાલકોને મરો

સરભોણ માર્ગ પરના ખાડાઓથી વાહનચાલકોને મરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરમાંથી પસાર સુરત ધૂલિયા નેશનલ હાઈવે નં ૬ની નવીનીકરણનકામગીરી છેલ્લા ઘણા સમયથી મંથરગતિએ આગળ વધી રહી છે. સરભોણ ચોકડી પર ઓવરબ્રજિની કામગીરી ચાલતી હોય વરસાદી સઝિનમાં અગાસી માતા મંદિરથી સરભોણ ચોકડી સુધીનો માર્ગ પર ઉંડા ખાડા થઈ ગયા હોવાથી વાહનચાલકોએ અવર જવર કરીવ મુશ્કેલ બની રહી છે. જર્જરિત ખાડાને સમયસર રપિેરિંગ કરાવવામાં નેશનલ હાઈવે ઓથોરિટીના સ્થાનિક અધિકારીઓ પણ એજન્સી સામે પાંગણા સબિત થઈ રહ્યાં હોવાનો વાહન ચાલકોમાં રોષ ઉઠ્યો છે.
બારડોલી નગરમાંથી પસાર નેહા નં ૬ની થઈ રહેલી નવીનીકરણની ચાલી રહેલી કામગીરી છેલ્લા ઘણા સમયથી આગળ વધતા કામ પ્રગતિએ પહોંચી શકયું નથી. પરિણામે વાહનચાલકો સતત પરેશાની ઉઠાવતાં આવ્યા છે. સરભોણ ચોકડી અને અગાસી માતા મંદિરના ચાર રસ્તા પર ઓવરબ્રજિની કામગીરીના કારણે ખાસ કરી વાહન ચાલકોએ જર્જરિત બનેલા માર્ગથી હાલાકી વેઠવી પડી રહી છે. હાલ વરસાદી સીઝન હોય અગાસી માતા મંદિરી પરિશ્રમ પાર્ક સરભોણ ચોકડી સુધીના હાઈવે માર્ગ પર મોટા ખાડાઓ પડી ગયા છે. નજીક નજીક ખાડાઓને કારણે વાહન હંકારવું મુશ્કેલ બની રહ્યું છે. વધુમાં ખાડાના કારણે ગાડીઓનો મેન્ટેનન્સનો ખર્ચ પણ સતાવી રહ્યો છે. આવી બદ્દતર સ્થિતિ માર્ગની હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના સ્થાનિક નેશલન હાઈવે ઓથોરિટીના સ્થાનિક અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. માર્ગના મોટા જર્જરિત ખાડાઓનું રપિેરિંગ કામ સમયે થતું રહેવા અંગેની ફરજ કામ કરતી એજન્સી પાસે કરાવી શકયા નથી. અધિકારીઓની પણ ઢીલી નીતિના કારણે વાહનચાલકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ચોમાસું સઝિનમાં અગાસી માતા મંદિરથી સરભોણ ચોકડી સુધીના માર્ગના ખાડાઓનું રપિેરિંગ દૂર કરી વાહનચાકો માટે સુવિધા કાર્યરત કરવાની માંગ ઉઠી છે.
ખાડા હોવા છતા પગલા લેવાતા નથી
^ મારે રોજના બારડોલીથી વ્યારા માર્ગ પર અવર જવર કરવી પડે છે. સરભોણ ચાર રસ્તાથી અગાસી માતા મંદિર સુધીનો માર્ગના ખાડાઓથી હું પરેશાન થઈ ગયો છે. અડધો ફૂટ જેટલો ઉંડા ખાડા થઈ જતા પુરવામાં આાવતા નથી. ખાડા બચાવવામાં અકસ્માતનો ડર સાતે ગાડીને નુકસાન થયાનો ડર પણ રહે છે. કિરણભાઈ પટેલ (વાહન ચાલક)