તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાજીપુરા નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં બે કલાક ટ્રાફિક જામ

બાજીપુરા નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં બે કલાક ટ્રાફિક જામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ધૂલિયા ને.હા.નં ૬ પર વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલ પુલ પર બે ટ્રકો વચ્ચે સામ સામે અકસ્માત થતાં એક ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, પુલ પર અકસ્માતના પગલે હાઈવે એકાદ કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાલોડ પોલીસ ટ્રાફિક ખસેડી ઈજાગ્રસ્તને ૧૦૮ સેવા દ્વારા વ્યારા ખાતે
ખસેડાયા હતાં.
બનાવ અંગે ઘટના સ્થળ પરથી પ્રાપ્ત વગિત મુજબ સુરત ધૂલિયા નેશનલ હાઈવે પર બાજીપુરા નજીક આવેલ મીંઢોળા નદીના પુલ પર સુરત તરફથી આવતી ટ્રક નં (જીજે-૧૯વી-૧૫૫) પસાર થઈ રહી હતી. તે દરમિયાન સમયે સામેથી કપચી ભરીને આવતી ટ્રક નં (જીજે-૧૯ટી-૨૩૭૯) વચ્ચે સામસામા અકસ્માત સર્જાતા બંને ટ્રકોના કચ્ચરઘાણ વળી ગયા હતાં.