• Gujarati News
  • ડોલવણની સીમમાં ટેમ્પો ચાલક રોંગ સાઈડે ઝાડ સાથે અથડાવી દેતા ચાલકનું મોત કલીનરને ઈજા

ડોલવણની સીમમાં ટેમ્પો ચાલક રોંગ સાઈડે ઝાડ સાથે અથડાવી દેતા ચાલકનું મોત કલીનરને ઈજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા ઉનાઈ રોડ પર આજ રોજ વહેલી સવારે બરોડાથી ખાતર ભરીને મહારાષ્ટ્ર તરફ જતી એક ટેમ્પોચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગૂમાવી દેતા રોંગ સાઈડ પર આવેલ એક ઝાડ સાથે અથડાવી દેતા જેમાં ટેમ્પા ચાલકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે કલીનરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બરોડા ખાતેથી આજે વહેલી સવારે ખાતર ભરીને જતો એક ટેમ્પો નં (એમએચ-૧૨એચડી-૪૦૯૮)નો ચાલક કલ્પેશભાઈ રામચંદ્ર જાધવ (રહે. શીવાજી ચોક પેડબોરીયા તા. ડોન, પના) દ્વારા વહેલી સવારે વ્યારા ઉનાઈ રોડ પર ડોલવણ ગામની સીમમાં ટેમ્પો પસારથતી વેળા સ્ટેરિંગ પર કાબૂ ગૂમાવી દેતા રોડની રોંગ સાઈડ પર આવેલી આંમલીના ઝાડ સાથે ટેમ્પો અથડાવી દેતા જેમાં ચાલક કલ્પેશ જાધવ (૩૫)નું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે કલીનર હેમંત પોપટરાવ કલમ (રહે. પુના)ને ગંભીર ઈજા થઇ હતી.