તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઋકહ ગ્રસ્ત બાળકો મુદ્દે સતત બીજા દિવસે પણ તાળાબંધી

ઋકહ ગ્રસ્ત બાળકો મુદ્દે સતત બીજા દિવસે પણ તાળાબંધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબોલી ખાતે આવેલ એચઆઈવી ગ્રસ્ત બાળકો માટે કાર્યરત જનની ધામના ૨૬ બાળકોને ગામના પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગ્રામજનો દ્વારા વિરોધ કરી શાળાને તાળાબંધી કરી આજરોજ બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખે શાળાની મુલાકાત લીધી હતી.
સુરતમાં વરાછા ખાતે કાર્યરત પી. પી. સવાણી ગ્રુપ દ્વારા કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના કિનારે આવેલ જનની ધામ નામની સંસ્થા દ્વારા એચઆઈવી ગ્રસ્ત ૩૬ બાળકો પૈકી ૨૬ બાળકોને અભ્યાસ માટે ગામની જ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેને લઈ ગામના આદિવાસી ગરીબ તથા દલીત વર્ગના વાલીઓના ૨૧૦ જેટલા બાળકો અભ્યાસ કરતાં હોવાથી ગ્રામજનો દ્વારા એચઆઈવી ગ્રસ્ત બાળકોને શાળામાં અભ્યાસ આપવા માટે વિરોધ કરી સમવારના રોજ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી વિવિધ સૂત્રોચ્ચાર કરી શાળામાં અભ્યાસ બંધ રાખવામાં આવ્યો હતો. અને મંગળવારના રોજ સવારે બીજા દિવસે પણ તાળા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
જેમાં સુરત જિ.પં.પ્રમુખ અશિ્ર્વનભાઈ પટેલ તથા કઠોરની જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ મૈસુરિયા તથા દર્શનભાઈ નાયકે શાળાની મુલાકાત લીધી હતી. જિ.પં. પ્રમુખ અશિ્ર્વનભાઈ પટેલે ગ્રામજનોને જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર સાતે વાતચીત કરી આ બાબતનો નિકાલ કરી આપવાની ગ્રામજનોને ખાતરી આપી હતી.