તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાપરમાં નવી શાકમાર્કેટનું લોકાર્પણ થશે

રાપરમાં નવી શાકમાર્કેટનું લોકાર્પણ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરના વિવિધ વિસ્તારોમાં વકરેલી ટ્રાફિક સમસ્યામાંથી લોકોને છુટકારો મળે તેમજ નાના ધંધાર્થીઓ સ્વમાનભેર રોજીરોટી મેળવી શકે તે હેતુસર નગરપાલિકા દ્વારા રૂ.૫૮ લાખના ખર્ચે શહેરની મધ્યમાં નવનિર્મિત શાકમાર્કેટનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે.
શાકમાર્કેટની ૬૦૦૦ ચો.ફૂટ ખુલ્લી જગ્યામાં ૧૫ લાખના ખર્ચે હોકર્સ ઝોન બનાવી ૧૦૦થી વધુ લારીધારકને માસિક રૂ.૧૦૦૦ના ભાડાંથી અપાશે તેમજ માર્કેટની અંદર બનાવવામાં આવેલા ૨૩ સ્ટોલની જાહેર હરાજી ટૂંક સમયમાં કરવામાં આવશે.
એ જ રીતે ખાણી-પીણીની લારી માટે વિકાસવાડી નજીક આવેલી જગ્યામાં વ્યવસ્થા કરાશે. વધુ જમીન કલેકટર પાસે માગવામાં આવી છે, જે મળ્યેથી ત્યાં પણ હોકર્સ ઝોન બનાવવામાં આવશે.
નગરજનોની સુખાકારી, ટ્રાફિક, ગંદકી અને રખડતા ઢોરો પરના નિયંત્રણ અને પ્લાસ્ટિક થેલીઓના વેચાણ નાબૂદ કરવા ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે ફેરિયાઓને ગેરમાર્ગે ન દોરાવવા સુધરાઇ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સહકાર આપવા પ્રમુખ જસવંતીબેન મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઇ ઠક્કર, શાસક પક્ષ નેતા હઠુભા સોઢા, ચેરમેન હરિભાઇ સોરિઠયાએ
અનુરોધ કર્યો છે.