તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બારડોલીમાં અપાતાં ૪૯ ટકા પાણીનો સરેઆમ વેડફાટ

બારડોલીમાં અપાતાં ૪૯ ટકા પાણીનો સરેઆમ વેડફાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં પાણી જેવી કુદરતની અમૂલ્યભેટને વ્યર્થમાં મોટો બગાડ થતો હોવાનો ચોંકાવનારો રીર્પોટ સેપ્ટ યુનિવસિર્ટીએ પાસ પ્રોજેકટના ડેટા આધારે આપ્યો છે.નગરજનોને પાલિકાનાં વોટર વર્કસમાંથી સપ્લાય કરવામાં આવતા પાણી પૂરવઠામાંથી ૪૯ ટકા પાણીનો વ્ર્યથ બગાડ થતો હોવાનું સર્વે દરમિયાન બહાર આવ્યું છે. માત્ર ૫૧ ટકા પાણીનો ઊપયોગ થઇ રહયો છે.
પાણીના બગાડ માટે માત્ર નગરજનો નહી, પરંતુ પાલિકાતંત્ર પણ જવાબદાર છે. બારડોલી નગરપાલિકા દ્વારા નગરજનોને ફાળવવામાં આવતું પાણીનો ઉપયોગ અને બગાડ અંગેનો સર્વે સેફટ યુનિવસિટીg અંતર્ગત અમદાવાદની સેફિયન ટેકનોલોજી કન્સલન્ટની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં સર્વે બાદ ડેટા તૈયાર કરવામાં આવ્યા હતાં. જેના આધારે પાલિકા ખાતે ઉપ પ્રમુખ મીનાબેન ટેલર, પાણી પૂરવઠા ચેરમેન મીનેશભાઇ પટેલ તેમજ હાઇડ્રોલીક એન્જીંનીયર કિરણભાઇ ચોૈધરીની હાજરીમાં કન્સલન્ટને પ્રેઝેન્ટેશન કયું હતું. જેમાં ખુદ પાલિકાનાં શાસકો સહિત નગરજનો ચોંકી ઊઠે એવો રીર્પોટ રજુ કર્યો હતો. જેમાં પાણીનો જેટલો ઉપયોગ કરવામાં આવે એટલી જ માત્રામાં પાણીનો બગાડ પણ થઇ રહયો છે. નગરજનોને ફાળવવામાં આવતું પાણીમાં ૪૯ ટકા વ્યર્થ બગાડ થતો હોય છે.પાલિકા દ્વારા વોટર વર્કસમાંથી રોજીંદા બાર કલાકમાં પાણીનો સપ્લાયમાં ગુજરાત રાજ્યનાં શહેરો કરતાં સોૈથી વધુ પાણી બારડોલી નગરજનોને ફાળવવામાં આવતું હોવાનો રીર્પોટ પણ આપવામાં આવ્યો હતો.વોટર ઓડીટ રીર્પોટ પ્રમાણે બારડોલી નગરમાં એક માથા દીઠ અંદાજિત ૧૩૫ લીટર પાણીની જરૂરિયાત સામે ૨૪૦ લીટર પાણી ફાળવવામાં આવી રહયું છે.જે ઘણુ વધારે હોવાનું જણાવવામાં આવેલ છે. નગરજનો સુધી પાણી પહોંચાડવામાં પાલિકાને સરેરાશ ૧૪૦ લાખનો ખર્ચ થાય છે. તેની સામે ૬૦ લાખ રૂપિયા નગરજનોને પાણીનાં બીલ મોકલવામાં આવે છે.આ બીલ પેટે પાલિકામાં માત્ર ૬૫ ટકા જ બીલ ભરાતા હોવાનો પણ સર્વેમાં બહાર આવ્યુ છે. આ રીર્પોટ જોતાં પાત્રીસ ટકા પાણીનાં બીલ ભરાતા નથી. જે પાલિકાનાં ખર્ચમાં આર્થિક ભારણ વધારી શકે. પાણીનો ૪૯ ટકા વ્ર્યથ બગાડને અટકાવવા એકલા નગરજનોમાં જન જાગ્રૂતિથી અટકી શકે નહી, પરંતુ પાલિકાતંત્રએ પણ નગરમાં સપ્લાય સમયે વ્ર્યથ થતો પાણીનો બગાડને નિયંત્રણમાં લાવવા પાસ પ્રોજેકટનાં સેફટ યુનિવસિર્ટી દ્વારા જરૂરી સૂચનો પણ રજુ કર્યા હતાં.
ડેટા અને રિપોર્ટના આધારે ખર્ચને ઓછો કરવા ચર્ચા
તાજેતરમાં રાજ્ય સરકારે ૧૫૯ નગરપાલિકાઓમાં થતો ખર્ચને કઇ રીતે ઓછો કરી શકાય, જેથી કરી પાલિકાઓનાં ખર્ચનું ભારણ ઘટી શકે. આ મુખ્ય ઉદેશ્ય સાથે પાલિકાઓમાં સર્વે કરી ડેટા એકત્રિત કરવાની કામગીરી અમદાવાદની સેફટ યુનિવસિર્ટીને સોંપવામાં આવી છે.જે સેફીયન ટેકનોલોજી કન્સલ્ટન દ્વારા હાલ બારડોલી અને નવસારી નગરપાલિકામાં પાણીના સપ્લાયમાં થતો ખર્ચ અને વ્ર્યથ થતો ખર્ચને અટકાવવા અંગેનો સર્વે કરી ડેટા ભેગા કર્યા હતાં. આ ડેટા આધારે પાલિકામાં પ્રેઝેટેશન કરી સમજણ આપવામાં આવી રહી છે. આ ડેટા અને રીર્પોટ બાદ તેને શહેરી વિકાસ વિભાગમાં જમાં કરાવવાનો રહેશે.

પાણીનો બગાડ અટકાવવા વિવિધ સૂચનો
નગરમાં પાણીનો વ્યર્થ બગાડ અને અટકાવવા માટે પ્રોજેકટનાં સર્વે મુજબ પાલિકામાં હાઇડ્રોલીક એન્જીનીયર કિરણભાઇ ચોૈધરીનાં જણાવ્યા મુજબ પ્રથમ નગરમાં પાણીનું સંપૂર્ણ નેટવર્ક ઊભું કરવું. જેમાં નગરની પાણીની જર્જરિત લાઇન લીકેજ હોય એવી લાઇનનું નવીનીકરણ કરવું. પાણીની ટાંકીમાં વાલ્વ લીકેજ હોય, ટાંકીને ઓવરફલો થતી અટકાવવી, નગરજનોમાં પાણીનો વ્યર્થ બગાડ અંગે જનજાગ્રુતિ લાવવી, નગરમાં ભૂતિયા કનેકશનને તાત્કાલિક દૂર કરવા જેવા સૂચનો આપવામાં આવ્યાં હતાં.જયાંરે પાણીનો વ્ર્યથ બગાડને અટકાવવા નગરમાં પાણીના મીટર મૂકવામાં આવે તો પાણીનો બચાવવામાં સારો પ્રતિસાદ મળી શકે.