તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કુંભલમેરના ડેરીના વેપારીને ઘીના ભેળસેળ કેસમાં એક વર્ષની કેદ

કુંભલમેરના ડેરીના વેપારીને ઘીના ભેળસેળ કેસમાં એક વર્ષની કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર તાલુકાના કુંભલમેરના ડેરીના વેપારીને ઘીના ભેળસેળ કેસમાં કોર્ટેે તકસીરવાર ઠરેલા આરોપીને એક વર્ષની કેદનો હૂકમ કર્યો હતો. તેમજ રૂ. પ હજાર દંડ ફટકાર્યો હતો.
કુંભલમેર ગામમાં પ્રવિણ કાનજીભાઇ મણોદર સુલભ ડેરી ચલાવે છે અને લુઝ ઘીનો વેપાર કરે છે. જેમને ત્યાં છ વર્ષ અગાઉ ફુડ ઇન્સ.બી.એસ.પ્રજાપતિએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અને ઘીના નમુના લીધા હતા. જે નમુના પ્úથ્થકરણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ અપ્રમાણસર જાહેર થયો હતો. અને ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. પ્úથ્થકરણમાં બી.આર.રેટિંગ ૪૦ ના બદલે ૪૫.૦૨ આવેલ તેમજ ટમરીક ડિટેકટ થયેલ (હળદરની હાજરી) આમ ઘીનું સેમ્પલ ફેલ હોવાનો રીપોર્ટ મળતાં જ વિભાગે ડેરીના વેપારી સામે ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ પાલનપુરના ચીફ જયુ.મેજિસ્ટ્રેટ બી.એસ.પરમારની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ કલ્પેશકુમાર ચંન્દ્રકાન્તભાઇ રાવલની દલીલો અને રજુ કરેલા પૂરાવાઓ કોર્ટે માન્ય રાખ્યા હતા.
જેમાં આરોપી પ્રવિણને ક્રિમી. પ્રોસી. કોડની કલમ ૨૪૮(ર) અન્વયે ધી પ્રીવેન્સન ઓફ ફુડ એડલ્ટ્રેશન એકટની ૧૯૫૪ની કલમ - ર (૧-એ)(એ), ર (૧-એ)(એમ) તથા કલમ -૭ (૧)(૩) (૫) તથા નિયમ ૫૦ના ભંગ કરી કલમ -૧૬ મુજબના ગુનામાં તકસીરવાર ઠરાવ્યો હતો. જ્યારે ન્યાયાધીશે આરોપીને આ ગુનામાં એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ ભરવા હૂકમ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો છે.