તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોટાબંધ પાસે પાલિકાનો કર્મચારી ડાળી તોડતાં ઘાયલ

મોટાબંધ પાસે પાલિકાનો કર્મચારી ડાળી તોડતાં ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકાના સફાઇ વિભાગના કર્મચારીઓ બપોરના અરસામાં મોટાબંધ પાસે ઝાડની ડાળી કાપતી વખતે પડી જતા પગના ભાગે ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ સુધરાઇના સેનિટેશન વિભાગના કર્મચારીઓ રાબેતા મુજબ કચરો ઉપાડવાની કામગીરી મોટાબંધ પાસે કરી રહ્યા હતા, ત્યારે જગતસિંહ સોઢા નામના કર્મીના હાથમાંથી ડાળી છટકી જતાં પગમાં ઇજા થઇ હતી, જેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સેનિટેશન વિભાગના ઇન્ચાર્જ કલ્યાણસિંહે આ વાતને સમર્થન
આપ્યું હતું.