તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભુજના યુવાનને વ્યાજના ચક્કરમાં શહેર છોડવાની ફરજ પડી

ભુજના યુવાનને વ્યાજના ચક્કરમાં શહેર છોડવાની ફરજ પડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં જુગાર અને તેને અનુલક્ષીને વ્યાજના ધંધાએ જાણે ફરી માથું ઉંચકયું હોય એમ હાલમાં જ ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા એક વપિ્ર યુવાન તેના ચક્કરમાં ફસાઇ ગયો હતો અને ધાકધમકી વધી જતાં અઠવાડિયા સુધી ગામમાંથી ફરાર થઇ જવાની ફરજ પડી હોવાનું જાણવા
મળે છે.
ભુજની નજીકમાં આવેલા એક સમૃદ્ધ ગામ પાસે ચલાવાતી કલબમાં આ વપિ્ર યુવાન લાખો રૂપિયા હારી ગયા પછી જુગાર કલબોની વણલિખિત પરંપરા પ્રમાણે તેને આમાંથી અમુક રૂપિયા વ્યાજ પર ઉછીના પણ મળી ગયા અને જે લોકો જુગારમાં જીત્યા હતા તેને ચૂકવવામાં આવ્યા.
જુગારમાં રમવા દરમિયાન થયેલી મડાગાંઠ તો ઉકેલાઇ ગઇ, પણ પછી શરૂ થઇ રોજના પઠાણી વ્યાજની ઉઘરાણી. વ્યાજને કારણે ચૂકવવાની થતી રકમ પણ મોટી થતી ગઇ અને વસૂલાત માટેની ધાકધમકી પણ. આ રકમ ચૂકવવા માટેય ગામમાંથી વ્યાજે નાણાં લેવા પડ્યાં. વ્યાજનો દર અહીં પણ ૧૦થી ૪૦ ટકાનો
જ હતો.
બાદમાં બસ સ્ટેશન અને વાણિયાવાડ વિસ્તારના એક વેપારી વચ્ચે પડયા અને સેટલમેન્ટ કરતાં આ વપિ્ર યુવાન શહેરમાં પરત આવી શકયો હતો. આ મધ્યસ્થી વેપારીએ ગાંઠના લાખો રૂપિયા ચૂકવી આપ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.વ્યાજનો મોટો દર ઘણાને હેરાન કરે છે
ભુજમાં શાહુકારીના લાઇસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો મોટાપાયે ચાલે છે. લોકોની જરૂરિયાતને સમજયા વગર ૧૦થી ૩૦ ટકા જેટલું વ્યાજ વસૂલ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ જુસલો મંઢો તરીકે ઓળખાતો એક શખ્સ આ ધંધાનો સૂત્રધાર છે. આ ઉપરાંત હાલે પ્રમુખ સ્વામીનગરના એક કેસમાં સંડોવાયેલો મજલો, નિતેશ, સંદીપ, રાજુ, મનીષ, અપાડો અને કલ્પેશ નામના શખ્સો પણ સામેલ છે. તેમને પોલીસનું પણ પીઠબળ જરૂર પડÛે ત્યારે મળી જતું હોવાનો આક્ષેપ સૂત્રધારોએ કર્યો હતો.