તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અષાઢી બીજે ‘‘જગન્નાથપુરી’’ની હરોળમાં હોય છે પાટણ નગર

અષાઢી બીજે ‘‘જગન્નાથપુરી’’ની હરોળમાં હોય છે પાટણ નગર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુરી, અમદાવાદ અને પાટણ ત્રણેય સ્થળે કાષ્ટની પ્રતિમાઓ દર્શનાથેg ઘૂમે છે
ભાસ્કર ન્યૂઝ.પાટણ
પાટણમાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની ગતિવિધિઓ જોરશોરથી હાથ ધરવામાં આવી છે, ત્યારે નગરોત્સવ બની રહેતી રથયાત્રાનું પર્વ અષાઢી બીજે પાટણને જગન્નાથપુરીની હરોળમાં ગણનાપાત્ર બનાવી જાય છેે. પાટણની રથયાત્રા જગન્નાથપુરી સમકક્ષ મહત્વ ધરાવે છે. રથયાત્રાનો ઈતિહાસ પણ રસપ્રદ છે.
ભગવાન જગન્નાથના ત્રણ મંદિર છે અને તે પૈકીનું એક પાટણમાં છે. આ ત્રણેય મંદિરોમાં ભગવાનની પ્રતિમાઓ કાષ્ટમાંથી તૈયાર કરવામાં આવેલી છે. પાટણ અને અમદાવાદમાં પણ સીસમના લાકડામાંથી બનાવેલી મૂતિgઓ રથયાત્રામાં દર્શન આપવા માટે નીકળશે.
પાટણમાં ઓરજિનલ રથ ગોદાવરીબેન રાવલ જેઓ આૈદિચ્ય સમાજના હતા જેઓના સ્મરણાથેg તેમના પરિવાર દ્વારા બનાવીને આપવામાં આવેલો હતો. જે પ્રથમ રથ હતો તે અગાઉ ભગવાનની પાલખીયાત્રા નીકળતી હતી. પ્રથમ રથ ખંડિત થતાં ૧૯૯૮માં નવો રથ બનાવવામાં આવ્યો હતો. હાલમાં આ રથમાં સુભદ્રાજીની સવારી નીકળે છે. ર૦૦૧માં પિયુષભાઇ સોમપુરા દ્વારા ચાંદી મઢયા બે નવીન રથ બનાવી આપતાં પુષ્ટીમાર્ગીય સંત ડૉ. વાગીશકુમારજી અને તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારથી ત્રણ અલગઅલગ રથમાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા નીકળી રહી છે.
રથયાત્રાનો રૂટ ક્રમશ: વધ્યો
શહેરમાં નીકળતી રથયાત્રા પહેલા રોકડીયા ગેટ મંદિરેથી નીકળી ચતુભૂgજ બાગ, જૂનાગંજ, હિઁગળાચાચર, રતનપોળ, સાલવીવાડાથી ગોળશેરી થઇને રથયાત્રા નીજ મંદિરે ફરતી હતી. તે પછી નવો રથ બન્યા પછી રૂટમાં ફેરફાર કરતાં સાલવીવાડાથી શારદા ટોકીઝ થઇને ૧૯૯૮માં રૂટ લંબાવવામાં આવ્યો હતો. ત્યાર પછી ચતુભૂgજ બાગથી રૂટ લંબાવીને બગવાડા ચોકથી સુભાષચોક થઇને જૂનાગંજ તરફ વિસ્તારમાં આવતાં રથયાત્રાના સમયમાં પણ બદલાવ આવ્યો છે.
રથયાત્રા ભ્રમણનો સમય કેટલો વધ્યો
શહેરમાં પહેલા પાલખીયાત્રા નીકળતી તે વખતે ઝાંખીઓ ઓછી હતી અને રૂટ ટૂંકો હતો. તેથી ત્રણ-ચાર કલાકમાં પૂરી થઇ જતી. ૬૦ વર્ષ અગાઉ રથયાત્રા સાંજે ૪ વાગ્યે શરૂ થઇ ૯ વાગ્યા સુધી ચાલતી. ૩૦ વર્ષ અગાઉ રથયાત્રા પ્રયાણ એક કલાક વહેલુ ૩-૦૦ વાગ્યે થયું હતું. તે પછી ર૦૦૧થી બપોરે ર વાગ્યે આરંભ થઇ રાત્રે ૧૦ વાગ્યાનો સમય છે. વચ્ચે કેટલાક વર્ષ રાત્રે મોડે સુધી યાત્રા ચાલતી .
અનેક બેન્ડ પાર્ટી રથયાત્રામાં ધૂમ મચાવે છે
અમદાવાદથી ટ્રેન મારફતે પાટણમાં રથયાત્રા માટે જીયા બેન્ડ આવતું અને તેના સાધનો રેલવે સ્ટેશને ઉતરે એટલે અમરતલાલની ખૂલ્લી જીપ ગાડીમાં લાભશંકર બેન્ડવાળાના સાધનો ભરીને મંદિરે લઇ આવતાં. હવે તો પાટણની અનેક બેન્ડ પાર્ટી રથયાત્રામાં ધૂમ મચાવતી થઇ છે.
પાટણમાં આજથી વિવિધ વિસ્તારમાં રથયાત્રા અંતર્ગત બેઠક
પાટણ શહેરમાં આગામી અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે બુધવારથી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાશે. એ ડિવઝિન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે ૧ર વાગ્યે મોતીશા ચોકી અને સાંજે ૬ વાગ્યે મોટીભાટીયાવાડ, ગુરુવારે સાંજે ૬ વાગ્યે જૂનાગંજ ચોકી, શુક્રવારે બપોરે એ ડિવઝિન પોલીસ મથકે અને સાંજે ભેસાતવાડામાં, ૭મીએ રવિવારે સાંજે ૬ વાગ્યે જગદીશ મંદિરમાં અને ૮મીએ સાંજે દોસ્તાના મહોલ્લામાં શાંતિ સમિતિની બેઠક યોજાશે. જેમાં જે-તે વિસ્તારના આગેવાનો સાથે સુચારુ આયોજનમાં સહભાગી થવા અંગે પરામર્શ કરવામાં આવશે.