તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દબાણગ્રસ્ત મિલકતના વેરાનું કાયૉલય માત્ર શોભાના ગાંિઠયા જેવું

દબાણગ્રસ્ત મિલકતના વેરાનું કાયૉલય માત્ર શોભાના ગાંિઠયા જેવું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ૩૦ હજાર ઉપરની મિલકત દબાણ હેઠળ આવેલી છે, ત્યારે તેનો પણ વેરો લેવો એવો સરકારના જી.આર. હોતાં આ દિશામાં પાલિકા ૫ાંચ વર્ષ બાદ ફરી જાગૃત બની અને આવક વધારવાના સ્રોતનો ઉપયોગ કરવા આવી મિલકતોનો પણ વેરો લેવા માટે પાલિકામાં જ અલાયદાં કાયૉલયનું ઉદ્દઘાટન કરી નાખ્યું, પણ ત્યાર બાદ તેમાં બેસનારા કોઇ ન હોતાં આ કાયૉલય હંમેશાં ખાલી જ રહે છે.
આ અંગે મળતી વિગતો મુજબ છેલ્લાં કેટલાંક વર્ષથી દબાણગ્રસ્ત મિલકતનો વેરો લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે દબાણ કરનારાઓ ફાવી ગયા હતા. લાંબા સમય બાદ આ નિર્ણયને નવા પ્રમુખે અમલી બનાવ્યો છે, ત્યારે કાયૉલય ખુલ્લું મૂકી દેવાથી કોઇ વેરા વસૂલાત થવાની નથી, તે આટલા દિવસમાં સાબિત થઇ ગયું છે. ૧૫ દિવસ થયા છતાં એક વેરો ભરાયો નથી, નિયમિત મિલકતધારકોને ઢોલ-નગારાં વગાડી-વગાડીને ઢંઢોળવા પડે છે, તો દબાણ કરનારા સામેથી વેરા ભરી જાય તે હાસ્યાસ્પદ છે, આવા દબાણવાળી મિલકતોને નોટિસ કે વેરા ભરવાના નિર્ણયની જાણ કર્યા વગર કાયૉલય ખોલવાની કામગીરી કરવી નામ પૂરતી છે. ઓફિસમાં કોઇ બેસતું નથી. કોઇ વેરા ભરવા આવે, તો વેરા ભરનારાને શોધવા જવા પડે તેવી સ્થિતિ છે.