તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રોટરી કલબ નવસારીની પદગ્રહણવિધિ સંપન્ન

રોટરી કલબ નવસારીની પદગ્રહણવિધિ સંપન્ન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરી ડિસ્ટિ્રકટ ગવર્નર દિનેશસિંહ ઠાકોરે નવસારી રોટરી કલબના ૭૨મા પ્રમુખ તરીકે રો. લલિત પંડ્યાને તથા મંત્રી ડો. રાજેષ મિ±ાીને શપથ લેવડાવી પદગ્રહણવિધિના પુરોહિત તરીકે કામગીરી બજાવી હતી. નિવૃત્ત થતા પ્રમુખ ડો. નિમિષ ગાંધીએ નવા વરાયેલા પ્રમુખને કોલર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. સંજય દેસાઈએ નવા વરાયેલા પ્રમુખ લલિત પંડ્યા અને મંત્રી ડો. રાજેષ મિસ્ત્રીનો પરિચય કરાવ્યો હતો. હાદિgક નાયકે ૧૦ નવા સભ્યોને શપથ લેવડાવ્યા હતા. નિલમ શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે રોટરી કલબે દત્તક લીધેલા વાંકલાની સાધના આશ્રમશાળાના નવિનીકરણ માટે રૂપિયા એક લાખનો ચેક શાળાના આચાર્યને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સંબંધોનો સરવાળો સંગીત સમારોહે ભારે રંગત જમાવી હતી.