તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિધ્યાર્થિનીઓએ વૃદ્ધોને બિસ્કિટ વહેંચ્યા

વિધ્યાર્થિનીઓએ વૃદ્ધોને બિસ્કિટ વહેંચ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા બી.એડ્્. કોલેજની તાલીમાર્થી બહેનોએ મહાવીર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધોને બિસ્ટિક વહેંચી હતી. બી.એડ્્. કોલેજના આચાર્ય ડો.કિશોરભાઈ નાયક તથા ડો.વિનયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આ પ્રેરણા મળી હતી. શિક્ષણ સાથે સારા સંસ્કાર તથા સેવા કરવાની પ્રેરણા આપતી સંસ્થા બી.એડ્્. કોલેજની બહેનો હેમાલીબેન, જીનલબેન, પ્રતિકાબેન, કૃપાબેન, કેયુરીબેન વગેરેએ વૃદ્ધાશ્રમમાં આવી વૃદ્ધોને મળી તેમની સાથે સમય વીતાવી પ્રેમ-હૂંફ આપતા વૃદ્ધોની વાતો સાંભળી બહેનોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. માતા-પિતા સમાન વૃદ્ધોએ પણ અંતરના આશિષ આપ્યા હતા. વૃદ્ધાશ્રમના માધુભાઈ પુરોહિતે આ પ્રસંગે જણાવ્યું કે, યુવાનવયે પણ સારા સંસ્કાર હોય તો જ આવી પ્રેરણા મળે છે. માનવતા હજુ મરી પરવારી નથી.