તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શિક્ષકોના પગાર ધોરણનું ફિકશેશન કરવા ઠરાવ

શિક્ષકોના પગાર ધોરણનું ફિકશેશન કરવા ઠરાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની વર્ષ ૨૦૧૩-૧૪ની પ્રથમ કારોબારી સભા સંઘ પ્રમુખ ચંદ્રકાંત પટેલના અધ્યક્ષસ્થાને ચીખલી હાઈસ્કૂલમાં રાખવામાં આવી હતી. કારોબારી સભામાં નવસારી જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણનું ફિકશેશન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સત્વરે થાય એ માટે ઠરાવ કરી રજૂઆત કરવા સવૉનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
ચાલુ વર્ષે ધો.૧૨માં સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતા સરાસરી હાજરી અંગેનો ઠરાવ કરી મહામંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરવાનું પણ નક્કી થયું હતું. ઉ.મા. વિભાગમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતા ઘણાં બધા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો સરપ્લસ થનાર છે. એમની વશિદ ચર્ચા કરવામાં આવી હતી અને આવા સરપ્લસ શિક્ષકોને વેળાસર સંઘને બે નકલમાં લેખિત અરજી મોકલવા અનુરોધ કરવામાં આવ્યોહતો.
શિક્ષકોની કારબારી સભામાં તમામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે સંઘ દ્વારા પગારબુક છપાવવાનું અને વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.