• Gujarati News
  • કોંગેસીઓને જૂથવાદ ફગાવવા કામતની શીખ

કોંગેસીઓને જૂથવાદ ફગાવવા કામતની શીખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
ચીખલી ખાતે મંગળવારના રોજ સવારે પધારેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામતનું નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સમયે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દમણ, દાદરાનગર સંઘ પ્રદેશની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત મંગળવારે સેલવાસથી સુરત જતી વખતે ચીખલીમાં નેશનલ હાઈવે ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. એ દરમિયાન તેમને આવકારવા નવસારી જિલ્લા કોંગ્રેસ ઈ.ચા. પ્રમુખ દર્શનભાઈ દેસાઈ, અગ્રણી અરવિંદ દેસાઈ, જયોતિબેન, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધીરૂભાઈ મણીભાઈ, શંકરભાઈ, તલાવચોરાના ઠાકોરભાઈ સહિત મોટીસંખ્યામાં અગ્રણીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન પ્રભારી ગુરૂદાસ કામતે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કરી આગામી લોકસભાની ચૂંટણીમાં જૂથવાદથી દૂર રહી એકસંપ થઈને કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી.