તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સોનવાડી અંબિકાના પુલ ઉપર ભારે વાહનો પર પ્રતબિંધ જાહેર

સોનવાડી અંબિકાના પુલ ઉપર ભારે વાહનો પર પ્રતબિંધ જાહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી-ગણદેવી સ્ટેટ હાઈવે ઉપર અંબિકા નદી ઉપર સને ૧૯૩૬માં બનાવાયેલા પુલ સમય જતા આ નબળો પડી ગયો છે. ત્યારે હવે મોડે મોડે જિલ્લા કલેકટરે સોનવાડી પુલ ઉપરથી ભારે વાહનોના યાતાયાત ઉપર તા.૧/૭/૨૦૧૩થી તા.૩૧/૩/૨૦૧૪ સુધી પ્રતબિંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
હાલમાં આ પુલ ઉપરથી ૧૦ ટન, ૨૦ ટન સામાન ભરેલા મોટા માલવાહક વાહનોનું આવાગમન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ઘડિયાળના કાંટે આ સ્ટેટ હાઈવે ધમધમતો રહે છે એવું કહીએ તો ખોટું નથી. મહત્વની બાબત એ છે કે, બોરિયાચ નજીકના ટોલનાકા ઉપર ભરવો પડતો ટોલટેકસ બચાવવા ભારે વાહનો આ માર્ગનો ઉપયોગ કરે છે. અવારનવાર લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું ન હતું.
દિવ્યભાસ્કરમાં સોનવાડી નજીકના અંબિકા નદી ઉપરનો પુલ ભારે વાહનોના આવાગમન, રેતીખનન કે પછી નવા પુલના બાંધકામ વખતે પાણી નિકાલ માટે બે સ્થાન વચ્ચે થયેલા ધોવાણને કારણે બેસી (નમી) ગયાના સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવી ગયું હતું.
તજજ્ઞોની એક ટીમે પુલની મુલાકાત લઈ જરૂરી સૂચનો માર્ગમકાન ખાતા (સ્ટેટ હાઈવે) ને આપી હોવાની માહિતી ધારાસભ્ય પિયુષ દેસાઈએ દિવ્યભાસ્કરને આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, આ તજજ્ઞોની ટીમ પુલ જે ભાગમાં બેસી ગયો છે ત્યાં મરામત કરવા તથા પુલની બંને તરફ પુલ નબળો હોય વાહનો ધીમે ચલાવવા સૂચના બોર્ડ મૂકવા જણાવ્યું હતું. આ ઉપરાંત પુલની બંને તરફ એંગલો લગાવવાની કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી. ગત તા.૨૫ જૂન ૨૦૧૩ના રોજ દિવ્યભાસ્કરમાં પ્રગટ થયેલા સમાચાર બાદ પુલની બંને તરફ એંગલ લગાવવાની કામગીરી થઇ હતી. પરંતુ એંગલ લગાવ્યાના ૨૪ કલાક પૂર્ણ થાય તે પહેલા જ લકઝરી બસના ડ્રાઈવરે પુલના ઉત્તર છેડા પરની એંગલને જમીનદોસ્ત કરી હતી.