તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એટ્રોસિટી કેસમાં આરોપીની ધરપકડ

એટ્રોસિટી કેસમાં આરોપીની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના બારતાડ ગામે એક આદિવાસી સાથે રેતી લીઝચાલકને રૂપિયાની લેતીદેતી પ્રકરણમાં ધમકી આપનાર યાકુબની એટ્રોસિટીના ગુનામાં ધરપકડ કર્યા બાદ તુરંત કોર્ટમાં રજુ કરતા કોર્ટે યાકુબને જામીન ઉપર મુકત કર્યો હતો.
વાંસદા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના બારતાડ જાગીરી ફિળયામાં રહેતા સુરેશભાઈ નેવજીભાઈ ગાંવિત (કુંકણા)એ એમના ગામની નજીકથી પસાર થતી નદીમાંથી રેતી કાઢવા માટે લીઝની પરવાનગી લેવા યાકુબ એન. શેખ પાસે દસ માસ પહેલા રૂ. ૪,૯૨,૫૦૦ લીધા હતા. જેમાં રૂ. ૨,૯૨,૫૦૦ યાકુબને આપવાના બાકી નીકળતા હતા જે બાકી રકમ વાયદા મુજબ ન ચૂકવતા યાકુબે જાતિવિષયક અપશબ્દ બોલી અપમાનિત કર્યા હતા. જેથી સુરેશભાઈએ મોબાઈલમાં કરેલ રેકોડિ·ગની સીડી બનાવી વાંસદા પોલીસ મથકે આવી એટ્રોસિટીનો ગુનો નોંધાવ્યો હતો. જે એટ્રોસિટી ગુનાની તપાસ ડીવાયએસપી એન.એમ ચૌહાણે હાથ ધરી હતી. બે દિવસની તપાસ દરમિયાન ડીવાયએસપી એન.એમ. ચૌહાણે મંગળવારે સવારે ૧૦ કલાકે યાકુબની ધરપકડ કરી માત્ર છ કલાકમાં જ કોર્ટમાં રજુ કરી દેવાયો હતો. જોકે કોર્ટે યાકુબ શેખના જામીન મંજુર કરી રૂ. ૧૫૦૦૦ના જામીન પર મુકત કરવાનો આદેશ કર્યો હતો.