તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નડિયાદમાં મકાનની અદાવતમાં ૪ ઈસમનો ૨ વ્યક્તિ પર હુમલો

નડિયાદમાં મકાનની અદાવતમાં ૪ ઈસમનો ૨ વ્યક્તિ પર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
નડિયાદ શહેરની મદીના પાર્ક સોસાયટીમાં મકાનની અદાવતમાં ૪ ઈસમે હુમલો કરી ૨ વ્યકિતને માથાના ભાગે ત્રિકમ તથા કુહાડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીરરીતે ઘવાયેલા બંને જણને તાત્કાલીક સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. મારામારી ના બનાવ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે નડિયાદમાં રહેતા ૪ ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ શહેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદ શહેરના મલારપુરા વિસ્તાર ખાતેની સહારા સોસાયટીમાં રહેતા ઈસ્માઈલભાઈ વડતાલવાળા મદીનાપાર્ક સોસાયટી પાસેથી પસાર થતા હતા. આ વખતે સોસાયટીમાં રહેતા વસીમભાઈ શફીભાઈ વ્હોરા, તન્વીરભાઈ શફીભાઈ વ્હોરા, અલ્તાફભાઈ ગનીભાઈ વ્હોરા તથા ઉસ્માન ગનીભાઈ વ્હોરાએ મકાનની અદાવત રાખી અપશબ્દો બોલતા હતા. જેથી ઈસ્માઈલભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં વસીમભાઈ સહિત ચારેય ઈસમ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ ઈસ્માઈલભાઈને અપશબ્દો બોલી વસીમે માથાના ભાગે ત્રિકમ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ વખતે હારૂનભાઈ વચ્ચે છોડાવવા પડતાં તન્વીરે હારૂનને ડાબા કાન ઉપર કુહાડી મારી તથા અન્ય ઈસમોએ ગડદાપાટુનો માર મારી તેઓના મકાનમાં ઘુસી જઈ તોડફોડ કરી હતી. આ સંદર્ભે મહંમદશહજાદ ઈસ્માઈલભાઈ વડતાલવાળાએ શહેર પોલીસ મથકે વસીમભાઈ વ્હોરા, તન્વીરભાઈ વ્હોરા, અલ્તાફભાઈ વ્હોરા તથા ઉસ્માનભાઈ વ્હોરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોસઈ બી.કે.રબારી ચલાવી રહ્યા છે.