તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાસોરમાંથી મોબાઇલ ચોરનારા બે ઝડપાયાં

કાસોરમાંથી મોબાઇલ ચોરનારા બે ઝડપાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
સોજિત્રા તાલુકાના કાસોર ગામેથી પાંચ જેટલા મોબાઇલ ફોન સાથે શકમંદ હાલતમાં મળી આવેલા બે ઇસમે કાસોરમાં એક દૂકાનમાંથી મોબાઇલ ચોયૉ હોવાની કબુલાત કરતાં પોલીસે ચોરીના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કાસોર ખાતે બે ઇસમ મોબાઇલ ફોન વેચવા ફરતાં હોવાની બાતમી આધારે સોજિત્રા પોલીસ સબ ઇન્સ્પેકટર તડવી અને સ્ટાફના માણસોએ રવિવારે સાંજે કાસોરથી ગામના રમેશભાઇ ઉફેઁ પિન્ટુ મનુભાઇ ઠાકોર અને હેમાભાઇ રતિલાલ ઠાકોરને પાંચ મોબાઇલ સાથે ઝડપી લઇ સોજિત્રા પોલીસ મથકે લઇ આવ્યાં હતાં. પોલીસે આ બંને ઇસમને મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતાં તેઓએ કાસોર ગામના સોહેલ વોરાની દૂકાનનો નકૂચો તોડી અંદરથી સાત મોબાઇલ ચોયૉ હોવાની કબુલાત કરી હતી. આ બાબતે પોલીસે સોહેલભાઇ વોરાની ફરિયાદ આધારે ગુનો નોંધી રિમાન્ડ મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે.