તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૧૫ દિવસ સુધી નજરકેદ જેવી હાલત હતી

૧૫ દિવસ સુધી નજરકેદ જેવી હાલત હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરતી હોનારતમાંથી બચીને જ્યારે આર્મીની મદદથી પરત થઈ રહ્યા હતા ત્યારે ઋષિકેશમાં પોતાના સ્વજનોને શોધવા આવેલા ગુજરાતના નાના બાળકો અમને ફોટા બતાવીને તમે એમને બદ્રીનાથમાં ક્યાંક જોયા છે? જોયા હોય તો પ્લીઝ અમને કહોને... એવું પોતાની અશ્રુભીની આંખોથી બોલતા હતા. એ વખતે હૃદય કંપી ઉઠ્યું હતું. તેમને શું જવાબ આપવો તે પણ સમજાતું ન હતું. એ ર્દશ્ય જોઈ અમારી આંખો પણ ભીની થઈ હતી.
ઉપરોકત વાકય વજિલપોર સિટી ગાર્ડનમાં રહેતા જૈન દંપતીએ ઉચ્ચાયૉ હતા. બદ્રીનાથમાં ફસાઈ ગયેલા અનિલ જૈન તથા ડો.રાગિણીબેન જૈન મંગળવારે કુદરતી હોનારતમાંથી ઉગરીને પરત ફયૉ હતા. અનિલભાઈ જૈને જણાવ્યું હતું કે, તેઓ ચારધામની યાત્રાની મહેચ્છા સાથે પ્રથમ બદ્રીનાથ પહોંચ્યા હતા. ૧૪મીએ પહોંચ્યાને તેજ રાત્રિએ કુદરતી હોનારત સર્જાય હતી. પર્વતો ઉપરથી મોટા મોટા પથ્થરો નીચે ધસી પડ્યા હતા એ નજરે જોયું હતું. આ મસમોટા પથ્થરો નીચે પડતા રસ્તામાં મોટા ભંગાણો પડ્યા હતા. બદ્રીનાથમાં જ જે હોટલમાં રોકાયા હતા ત્યાં જ નજરકેદ જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા હતા.
દિવસો વિતતા ખોરાકની પણ તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. રસોઈની જરૂરી સામગ્રી હતી પરંતુ વાહનવ્યવહાર બંધ થઈ જતા પેટ્રોલ-ગેસ-ડીઝલ ખૂટવા લાગ્યા હતા. આર્મીના જવાનોએ બદ્રીનાથમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી આરંભી હતી. લોકો વધારે હોવાથી ત્રણ દિવસ સુધી હેલપિેડ પાસે જ સુવું પડયું હતું.
દવા ખૂટીને ટેન્શન વધ્યું
પ્રવાસે જવા નીકળેલા જૈન પરિવારે તેમની સાથે દવા લીધી હતી. પરંતુ ૧૫ તારીખથી લઈ ૨૯ તારીખ સુધી તેઓ બદ્રીનાથમાં જ ફસાતા જરૂરી દવા પણ ખૂટી ગઈ હતી. જેથી ટેન્શન વધ્યું હતું. જોકે, એક સેવાભાવી સંસ્થાના સહયોગથી બ્લડપ્રેશર સહિતની દવા લાઈનમાં ઉભા રહીને રોજેરોજ મેળવવી પડતી હતી. મહારાષ્ટ્ર કે અન્ય સરકારે હેલિકોપ્ટર પણ મોકલાવી તેમના માણસોને તાત્કાલિક ખસેડી લીધા હતા. પરંતુ ગુજરાતમાંથી મદદ પહોંચી ન હતી.
મોડા ગયાને જીવ બચ્યો
નવસારીનું જૈન દંપતી સૌપ્રથમ કેદારનાથ પહોંચવાનું હતું. પરંતુ ટિકિટના અભાવે તેઓ મોડા પડ્યા હતા. આ ઉપરાંત પહેલા તેમણે કેદારનાથ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ પાછળથી તેઓ પહેલા બદ્રીનાથ ૧૫મીના રોજ પહોંચતા તેમનો જીવ બચ્યો હતો.