તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રેલવે કમીgને રિક્ષાચાલકે મારમારીને લૂંટી લીધા

રેલવે કમીgને રિક્ષાચાલકે મારમારીને લૂંટી લીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવેના એક કર્મચારી ઘરખર્ચ માટે એટીએમમાંથી ૧૧ હજાર રૂપિયા ઉપાડીને દિલ્હીગેટ પાસેથી રિક્ષા કરીને ગોલ્ડન પોઈન્ટ સામે પોતાની રેલવે યાર્ડ ઓફિસ પાસે ઉતયૉ હતા અને ભાડુ ચુકવવા રૂપિયા કાઢતા રિક્ષા ચાલકે તમાચો મારી તમામ રૂપિયા લુંટી લઈ ધક્કો મારી ભાગી છુટÛો હતો.
ઉધના રેલવે કોલોની ખાતે રહેતા કોલનજીવન ચÃતામણી (૫૨) સુરત રેલવેમાં ટ્રેકમેન તરીકે નોકરી કરે છે. સોમવારના રોજ તે મહીનો પુરો થયો હોઈ ઘર ખર્ચ માટે રૂપિયા ઉપાડવા માટે દિલ્હીગેટ પાસેના બેંક ઓફ બરોડાના એટીએમમાં ગયા હતાં. ત્યાંથી તેમણે રોકડા રૂપિયા ૧૧ હજાર ઉપાડ્યા હતા અને રિક્ષા કરીને ગોલ્ડન પોઈન્ટ સામે રેલવે યાર્ડ ઓફિસ પાસે બપોરના ૩.૩૦ વાગ્યાના અરસામાં ઉતયૉ હતાં. રિક્ષા ચાલકે ભાડુ માંગતા કોલનજીવનભાઈએ ખિસ્સામાં મુકેલા રૂપિયા બહાર કાઢયા હતા. દરમિયાન રિક્ષા ચાલકે તેને તમાચો મારી રૂપિયા ઝુંટવી લુંટી લઈ ધક્કો મારીને રિક્ષામાં ભાગી છુટÛો હતો. રેલવે કર્મચારી કોલનજીવને બુમાબુમ કરી હતી તેથી કેટલાક ચાલક પાછળ દોડ્યા પણ હતા. અને રિક્ષાનો નંબર નોંધી લીધો હતો. બનાવ અંગે તેમણે મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ કરતા રિક્ષા નંબર જીજે-૫-ઝેડઝેડ-૬૭૩૯ ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ વુમન પીએસઆઈ એન.આર.ગોહેલે હાથધરી છે. તેમના જણાવ્યા મુજબ ‘રેલવેના કર્મચારી ઘર ખર્ચ માટે એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા હતાં અને રેલવેની ઓફિસે ગયા હતા પરંતુ ત્યાં જાહેરમાં રિક્ષા ચાલકે રૂપિયા લુંટીને ભાગી છુટÛો હતો.