તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નજીવી બાબતે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવાનની ચાકુ મારી હત્યા

નજીવી બાબતે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવાનની ચાકુ મારી હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિત્ર વચ્ચે સામાન્ય બાબતે થયેલી મારામારીમાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા ગોપીપુરાના યુવાનને હવાડિયા ચકલા ચાર રસ્તા પાસે જાહેરમાં આંઠ જણાએ ઘેરી લઈ ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી દઈ માથામાં ટÛુબલાઈટ ફોડીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા સ્થળ પર જ મોત નીપજયું હતું. બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી અઠવા પોલીસે આંઠ આરોપીની ધરપકડ કરી હતી.
અઠવા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રિના ૮.૪૫ વાગ્યાના સુમારે ગોપીપુરાના હવાડીયા ચકલા ચાર રસ્તા પાસે ગોપીપુરાના બારાહજારી મહોલ્લામાં રહેતા કૃણાલ ચંદ્રકાંતભાઈ બુંદેલા નામના યુવાનને આરોપીમાં ગોધામણીયાની પોળ ખાતે રહેતા વીકી પરેશભાઈ મરાઠીએ તમાચા મારી ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. તરુણ ઉફેઁ કાળુ મોહનલાલે ટÛુબલાઈટ મારી હતી તથા બાકીના આરોપીમાં પરેશ પાંડુરંગ, જૈનીશ નવનીત, હીતેશ કનુભાઈ રાઠોડ, અનીલ રામચંદ્ર પવાર, નીતીન સીતારામ, શની અશોક માલીએ મળી ઢીકમુક્કીનો મારમાર્યો હતો. તેથી કૃણાલનુ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. તો તેની સાથેના ધ્રુવીશ હિતેન્દ્રભાઈ વૈધ (રહે-સુભાષચોક)ને મારમારી નાસી છુટયા હતાં.
આ ઘટનાની અઠવા પોલીસ મથકના પીઆઈ ડી.ડી.ડામોરે તપાસ હાથધરી હતી. જેમાં, મૃતક કૃણાલના મિત્ર હીરેન ટલ્લીની રવિવારે બપોરે ગોધામણીની પોળ ખાતે વીકી મરાઠી સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. તેથી આ ઝઘડાના સમાધાન માટે કૃણાલ તેના મિત્ર ધ્રુવીશ સાથે ગયો હતો. ત્યારે વીકીએ અન્ય આરોપી સાથે એકસંપ થઈને હુમલો કરી હત્યા કરી નાંખી હતી. આ અંગે આંઠ આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરાઈ હતી.