તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગઝલ લખો અને મુશાયરામાં ભાગ લો

ગઝલ લખો અને મુશાયરામાં ભાગ લો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુકત ઉપક્રમે એક તરહી મુશાયારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુશાયરો રવિવારે સવારે દસ કલાકે સાહિત્ય સંગમ, ગોપીપુરા ખાતે યોજાશે. આ માટે આ પંક્તિઓ આપવામાં આવી છે. આ પંક્તિ પર લખો ગઝલડો. મુકુલ ચોકસીની પંક્તિ - ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું (ગાલગાગા લગાગા ગાગાલગા લગાગા-કાફિયા-રજસ, તમસ, વરસ )
ડો. રઇશ મણિયારની પંક્તિ - જે વ્યથાને અડકે નહિઁ, તે કલા અધૂરી છે (ગાલગા, લગાગાગા, ગાલગા, લગાગાગા-કાફિયા - કલા-સાધના-વ્યથા-સજા)
હરીન્દ્ર દવેની પંક્તિ- હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે (લગાલગા લગાલગા, લગાલગા, લગાલગા કાફિયા-શ્ર્વાસ, પ્રવાસ, આસપાસ વગેરે)
ગની દહીંવાલાની પંક્તિ - કોઇ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું (લલગા લગા લગાગા લલગા લગા લગાગા કાફિયા-ઝૂકી-પી-ડગી-ખરી)
આ પંક્તિ પરથી સુરતના કોઇપણ ગઝલકારો ગઝલ લખીને આ મુશાયરામાં રજુ કરી શકશે.