• Gujarati News
  • યંગસ્ટર્સને ગમ્યું ફેસબુકનું સુરત

યંગસ્ટર્સને ગમ્યું ફેસબુકનું સુરત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેસબુક પર સુરત વિશે ક્રિએટ કરાયેલા ‘સુરત-ગુજરાત’ પેજને દોઢ લાખથી પણ વધારે લાઇકસ મળી છે, આ સિવાય પણ ફેસબુક પર સુરત વિશે આંઠ પેઇજ ક્રિએટ કરાયા છે, જેને સાત હજારથી લઇને ૭૫ હજાર સુધીની લાઇકસ મળી ચૂકી છે. આ પેઇજીસ પર સુરતમાં યોજાનારી ઇવેન્ટ્સથી માંડીને સુરતના કયા એરિયાની કઇ વાનગી સ્પેશિયલ છે એ વિશેની બધી જ પોસ્ટ મૂકવામાં આવે છે. કેટલાક પેજ પર તો સુરત વિશેના સ્પેશિયલ ન્યૂઝ પણ પોસ્ટ કરાયા છે. મોટા ભાગના પેજીસ પર સિટીમાં બનતી એકસાઈટિંગ એિકટવિટીઝ અને સુરતમાં લોન્ચ કરાતી નવી બ્રાન્ડ્સ વિશે માહિતી આપવામાં આવી છે, તો શહેરમાં ઘટતી કોમિક ઈવેન્ટ્સ અને કેટલીક વાર સિરીયસ ઈવેન્ટ્સ પણ અપડેટ કરવામાં આવે છે. સુરત લાઇફ પેજ પર સુરતના પોપ્યુલર પ્લેસીસ પર કરાતી રોશનીના ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવે છે અને સુરતમાં થતા ચેન્જ વિશે માહિતી આપવામાં આવે છે. સુરતીઓના અચિવમેન્ટ્સ અને સુરતના સમાચારો પણ આ પેજ પર પોસ્ટ કરાય છે.‘સુરત’ ને મળી અધધધ લાઇકસ
સુરત, ગુજરાત ૧,૬૯,૭૮૮
સુરત- માય સિટી ૭૪,૭૪૬
સુરત લાઈફ ૫૩,૩૭૮
‘હું સુરતમાં રહું છું, સુરતને પ્રેમ કરું છું’ ૯૮૧૮
સુરત માય સિટી ૬૨૯૨
સુરત રેલ્વે સ્ટેશન ૬૮૮૨
સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ૫૭૭૬
‘સુરત- ધ સિટી ઓફ સન’ ૨૮૮૬