તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સીએ બનો, પણ કામ તો ઇનોવેટિવ જ કરો

સીએ બનો, પણ કામ તો ઇનોવેટિવ જ કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્સ્ટીટÛુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સુરત બ્રાંચ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના એવા ચાર્ટડ એકાઉન્ટન્ટસનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે આ પ્રોફેશનમાં અને ઇન્ડિયા લેવલ પર ખૂબ કામ કર્યું હોય. એમના સન્માનની સાથે ઇન્સ્ટીટÛુટ દ્વારા એક સેમિનાર પણ યોજાયો હતો, જેમાં સીએ પ્રોફેશનમાં આવેલા ડ્રાસ્ટિક ચેન્જ વિશે, ઇન્ડિયન ઇકોનોમી વિશે અને સીએ ફિલ્ડમાં વધતા જતા સ્કોપ વિશે જાણીતા સીએએ વાત કરી હતી. આ સેમિનારમાં સીએ સ્ટુડન્ટ્સે ઇનોવેટિવ વેથી કામ કરવું જોઇએ એ વાત પર ભાર મૂકાયો હતો.
સુરતનો સીએ ગ્રાફ
૨૦૦૦ સ્ટુડન્ટ્સ સીએમાં એડમશિન લે છે.
૪૦૦ જેટલા સ્ટુડન્ટ્સ દર વર્ષે સીએ બને છે.
૨૮૦૦ સીએ હાલમાં સુરતમાં છે
૧૫૦૦ સીએ પ્રેક્ટિસ કરે છે
બાકીના જોબ કરે છે અથવા તો અબ્રોડ શિફ્ટ થઈ ગયા છેઆ કાર્યક્રમો યોજાયા
@ બલ્ડ ડોનેશન કેમ્પ
@ ટ્રી પ્લાન્ટેશન, ફ્લેગ ઓફ
@ વુમન સેફ્ટી પર સેમિનાર
@ ફૂડ અને ધાબળાનું વિતરણ કરાયું
@ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સીએનું સન્માન કરાયુંસુરતમાં યોજાશે નેશનલ લેવલનો સેમિનાર
૩-૪ ઓગસ્ટના રોજ પ્રેક્ટિસિંગ સીએ માટે નેશનલ લેવલનો સેમિનાર યોજવામાં આવ્યો છે અને ૯-૧૦ ઓગસ્ટના રોજ સીએના સ્ટુડન્ટ્સ માટે નેશનલ લેવલનો સેમિનાર યોજવામાં આવ્યો છે. જય છૈરાએ જણાવ્યું હતું કે નેશનલ લેવલના બે સેમિનાર એક જ વર્ષમાં એક જ સિટીને મળીને તેવું કદાચ પહેલી વાર બની રહ્યું છે.સીએએ મેનેજમેન્ટમાં હાથ અજમાવો જોઇએ
હાલમાં ઇન્ડિયાનો સિનારિયો એવો છે કે ૯૦ ટકા સીએ માત્ર ઓડિટ અને ટેકસેશનનું કામ કરે છે અને બાકીના દસ ટકા સીએ જ ઈનોવેટિવ વેથી કામ કરે છે અને નવા એરિયામાં પોતાને એકસપ્લોર કરે છે. આપણે આવાનારા સમયમાં આ સિનારિયોને બદલવાનો છે. આવું કરીશું તો જ આ પ્રોફશન બચી શકે. દસ ટકાને નેવું ના રેશિયામાં અને નેવું ટકાને દસના રેશિયામાં લાવવાનાં છે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સે નવા ફિલ્ડ પણ અજમાવા જોઇએ. જેમ કે મેનેજમેન્ટ. મેનેજમેન્ટમાં સીએના સ્ટુડન્ટ્સ જઈ શકે છે. આ ફિલ્ડમાં આગળ આવી શકાય એ માટે જરૂરી પોટેિન્શયલ એમની પાસે છે જ અને આ ફિલ્ડમાં સફળતા મેળવી શકે એવી એમની કેેપેસિટી પણ છે. બસ એકવાર આ ફિલ્ડમાં જવાની જરૂર છે. આ ઉપરાંત તેઓ પોતાને ઈકોનોમસ્ટિ તરીકે પણ વિકસાવી શકે છે કારણ કે મોટા ભાગના કી ઈન્સ્ટ´મેન્ટસ તેમના હાથમાં હોય છે. હવેના સીએ આંતરપ્રિન્યોર બનીને પોતાનો બઝિનસ પણ કરી રહ્યાં છે અને તેમાં પોતાની સ્ટ્રેન્થનો ઉપયોગ કરતા થયા છે.
- જય છેરા, સી.એઆમણે બદલી નાંખી સુરતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સૂરત
સુરતની સીએ બ્રાન્ચનું પરિણામ પહેલા ઘણું ઓછું આવતું હતું. સુરત સીએના એજયુકેશનમાં ઘણું પાછળ હતું. પણ, સુરતમાં કેટલાક સીએએ આ ક્ષેત્રમાં ખૂબ કામ કરીને આ વાતને બદલી નાંખી. આવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ર્ટન ઈન્ડિયા રજિીયોનલ કાઉન્સીલના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન રૂપીન પચ્ચીગર અને બી. કે. રાઠી, સેન્ટ્રલ કાઉિન્સલના મેમ્બર જય છૈરા, સુરત બ્રાન્ચ ઈન્ચાર્જ ચેરમેન હેમંત જરીવાલાનું વેસ્ર્ટન રીજનમાં સુરત બ્રાન્ચને ત્રીજું સ્થાન અપાવવા બદલ સન્માન
કરવામાં આવ્યું હતું.