• Gujarati News
  • કલ્યાણ કેન્દ્રમાં મહિલાઓના પ્રશ્નોનું સમાધાન

કલ્યાણ કેન્દ્રમાં મહિલાઓના પ્રશ્નોનું સમાધાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી જયોતિ સમાજનો પ્રારંભ ±ાીજગતના પ્રશ્નોને વાચા આપવા, ±ાી જાગૃતિ ક્ષેત્રે કાર્યરત થઈ ±ાી ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ માટે ±ાીઓ સંગિઠત બને તે હેતુથી થયો હતો. વિવિધ અત્યાચાર અને ત્રાસ ભોગવતી ±ાીઓના પ્રશ્નો ગણદેવીમાં પ્રારંભાયેલ આ ગણદેવી તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં હલ કરનાર હોવાનું પ્રમુખ રેણુકાબેન ચોકસી, કેન્દ્રના સંચાલક રાજેશ્રી રાઠોડ, ભાવનાબેન દેસાઈ, રેખાબેન પટેલ અને લતાબેન રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું. નવસારી જયોતિ સમાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલે છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ કમશિ્નર આ માટે આર્થિક અનુદાન પુરું પાડે છે. ગણદેવી જુની કન્યાશાળા, સિનિયર સિટીઝન હોલની સામે (ફોન નં. ૦૨૬૩૪-૨૫૩૦૩૬) આ કેન્દ્ર કાર્યરત થયું છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન કુલ ૨૫૩ કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૪૪માં સમાધાન થયું. ૬૨ના છુટાછેડા થયા. ૪૭ હાલ પડતર છે કે કોર્ટમેટર હોવાનું કેન્દ્ર સંચાલિકા એડવોકેટ રાજેશ્રીબેન રાઠોડ અને ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું.