તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દેગામમાં પ્રવેશોત્સવ સાથે આચાર્યને વિદાયમાન

દેગામમાં પ્રવેશોત્સવ સાથે આચાર્યને વિદાયમાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ધો.૯ના વિદ્યાર્થીઓની શાળા પ્રવેશોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટીઓએ હાજર રહી બાળકોનું અભિવાદન કર્યું હતું. દેગામના વતની અને હાલ યુ.કે. માં વસવાટ કરતા હેમંતભાઈ મિસ્ત્રી તરફથી છાત્રાલયના ૧૫૦ કુમાર-કન્યા વિદ્યાર્થીઓને ધાબળા-ચાદર અને જમવા માટે થાળી-વાટકીના સેટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મંડળ તરફથી ૪૦૦ વિદ્યાર્થીઓને રાહતદરે રૂ.૪૯,૦૦૦ની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવની સાથોસાથ શાળાના નિવૃત્ત થયેલા ઈન્ચાર્જ આચાર્ય મોંઘાભાઈ નાયક તેમજ ગૃહપતિ હેમંતભાઈ દેસાઈનો વિદાય શુભેચ્છા સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.