તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચિચિનાગાવઠાના શિક્ષક દંપતીના ઘરે ચોરી

ચિચિનાગાવઠાના શિક્ષક દંપતીના ઘરે ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા-વઘઈ માર્ગ સ્થિત ચિચિનાગાંવઠા ગામે બંધ ઘરની પાછળની બારી તોડી કબાટમાંથી રૂ. ૧.૧૪ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી અજાણ્યો ચોર ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી છે.
વઘઈ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આહવા-વઘઈ માર્ગ પર આવેલ ચિચિનાગાવઠા ગામે પતિ-પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ શનિ-રવિની રજા દરમિયાન નોગામા તા. ચીખલી, જિ. નવસારી ગયા હતા. તેઓ જ્યારે સોમવારે ચિચિનાગાવઠા ગામે ભાડાના મકાનમાં રહેતા હોય સવારે ઘરનો દરવાજો ખોલતા ઘરમાં સામાન વેરવખિેર જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું.
શિક્ષક દંપતીએ ઘરમાં તપાસ કરતા કોઈ અજાણ્યા ચોરોએ કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના જેની મૂળ કિંમત અંદાજે રૂ. ૧.૧૪ લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે શિક્ષક દપિકભાઈ ખંડુભાઈ પટેલે વઘઈ પોલીસને જાણ કરી હતી.