તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ફરના ડ્રાઈવરને અકસ્માત કેસમાં છ માસની કેદ

ફરના ડ્રાઈવરને અકસ્માત કેસમાં છ માસની કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં થયેલ અકસ્માતના કેસમાં કોર્ટે એસ.ટી.ના ડ્રાઈવરને છ માસની કેદની સજા ફરમાવી છે.
અમર ફૂલચંદ યાદવ નામનો શખ્સ શાકભાજીનો છુટક વેપાર કરે છે. તેઓ સવારે છ વાગ્યાના અરસામાં વિરાવળ માર્કેટમાંથી શાકભાજી લઈ શહેરમાં વેચવા નીકળ્યા હતા. આ દરમિયાન નવસારી ઝવેરી બજાર પાસે નવસારીથી સુરત જતી બસ અમર સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં અમરને ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરયા હતા.
આ અકસ્માતમાં કેસમાં અકસ્માત નીપજાવનાર એસ.ટી.ના ડ્રાઈવર વલસાડ ખાટકીવાડ નિવાસી રફીક અબુબક્કર શેખ સામે કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં સરકાર પક્ષે એડવોકેટ કે.આર.ત્રિવેદીએ દલીલો કરી હતી. કોર્ટના ન્યાયાધીશ જે.ડી. પાડલીયાએ કેસનો ચુકાદો આપ્યો હતો. જે અંતર્ગત રફીક અબુબક્કરને ૬ માસની કેદની સજા તથા ૫૦૦ રૂપિયાનો દંડ, દંડ ન ભરે તો એક માસની સાદી કેદ ઉપરાંત આઈપીસી કલમ ૩૩૭ના ગુનામાં પણ છ માસની કેદની સજા તથા ૫૦૦ રૂપિયાનો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાની રહેશે.