તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૧૭ યાત્રીકો અમરનાથ રવાના

૧૭ યાત્રીકો અમરનાથ રવાના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બર્ફીલે બાબા અમરનાથના યાત્રાનો પ્રારંભ થતાં નવસારી જિલ્લાના પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતાં કબીલપોર ખાતેના શિવનગર, સત્યમનગર, પી.જી.ગાર્ડન, ગ્રીનપાર્કમાંથી ૧૭ જેટલા યાત્રીકો સોમવારે નવસારીથી ટ્રેનમાં બાબા અમરનાથના દર્શને જવા રવાના થયા છે.
શિવનગરમાં રહેતા રાજનભાઇ પટેલની અદમ્ય ઇચ્છા અને અન્ય સોસાયટીના સભ્યોના સહકારથી કબીલપોરના ૧૭ જેટલા યાત્રીકોનું એક ગ્રુપ બનાવી, મેડિકલ, ફિટનેસ સિર્ટફિકેટ, જરૂરી યાત્રાની પરમશિન વગેરે તમામ પ્રક્રિયામાંથી પાર પડી સોમવારે બપોરે ૩ કલાકે ટ્રેનમાં રવાના થયા હતાં. અમરનાથની ગુફા દક્ષિણ કાશ્મીરમાં આવેલી છે. સ્ટાન્ર્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર મુજબ દરરોજ અમરનાથ ગુફા તરફ જવા ૧૫ હજાર યાત્રીકોને મંજુરી આપવામાં આવે છે.
પહેલગામ અને બાલતાલથી પણ યાત્રીઓ રવાના થશે. નવસારી કબીલપોરથી રવાના થયેલું આ ગ્રુપ બાલતાલથી બાબાના દર્શને જશે. આ ગ્રુપવાળા યાત્રીકો દર્શન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાબા અમરનાથના જયઘોષ સાથે યાત્રા રવાના થઇ હતી.