તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંકણાની પરણીતા પાસે દહેજની માંગણી કરતા ફરીયાદ

માંકણાની પરણીતા પાસે દહેજની માંગણી કરતા ફરીયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંકણા ગામની પરણીતાને પતિ તેમજ સાસુ સસરા દહેજ બાબતે ત્રાસ આપી ઘરમાં નોકરાણી જેવો વ્યવહાર કરી મોંઢામાં સાડીનો ડૂચો મારી માર મારી તેમજ દહેજમાં ૫૦ તોલા સોનુ અને ૫ કિલો ચાંદી લઇને આવ કહી પરણીતાને ઘરમાંથી કાઢી મુકતા પોલીસમાં ફરીયાદ થઇ હતી.
પોલીસનાં જણાવ્યા મુજબ પાંડેસરા ચીકુવાડી ખાતે રહતી સુશીલાબેનનાં લગ્ન મૂળ રાજસ્થાનનાં વાઘણા ગામે વર્ષ ૨૦૦૮માં નારાયણ નૈનલાલ પઢીયાર સાથે થયા હતા. સુશીલાના પિયરમાંથી સોના ચાંદીના દાગીનાં આપ્યા હતાં.
કામરેજના માંકણા ગામે રહેતા સાસુ સસરા દહેજ માટે મહેણાતોણા મારી ત્રાસ ગુજારતા અને ઘરમાં નોકરાણી જેવો વ્યવહાર કરતા હતા. મોઢામાં સાડીનો ડૂચો મારી પતિ મારમારી પરણીતાને પહેરેલ કપડામાં ઘરમાંથી ચાર પાંચ વખત કાઢી મૂકી હતી.૫૦ તોલા સોનુ અને ૫ કિલો ચાંદી દહેજ માટે લઇ આવવાની માંગણી કરી હતી.લગ્નનાં ચાર દિવસ જ પતિ વાત કરી ત્યારબાદ વાત ન કરી હતી.ગત ૧૨મી એપ્રીલ ૨૦૧૩ રાત્રીના માર મારી પરણીતાને ઘરની બહાર કાઢી મૂકતા આખર પરણીતાએ પતિ, સાસુ અને સસરા વિરુધ્ધ કામરેજ પોલીસમાં ફરીયાદ આપતા ગુનો નોંધ્યો છે