તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દેહવ્યાપારમાં બાંગ્લાદેશી યુવતી પકડાયા બાદ પુછપરછ

દેહવ્યાપારમાં બાંગ્લાદેશી યુવતી પકડાયા બાદ પુછપરછ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડનાં સુંદર નગર ખાતે રહેતી એક મહિલા ઘરમાં કુટણખાનું ચલાવતા હોવાની હકીકતને આધારે વાલોડ પોલીસે દરોડા પાડતાં પોલીસ ચોકી ઉઠી હતી. આ મહિલાએ બાંગલાદેશથી આવેલી યુવતી પાસે દેહવ્યપાર કરાવતાં હોવાની હકીકત બહાર આવી હતી. બાંગ્લાદેશની યુવતી કઈ રીતે વાલોડ સુધી પહોંચી તે માટે તાપી જિલ્લા એસઓજી પોલીસે તપાસ શરૂ કરી છે. અને એક અહેવાલ તૈયાર કરી ગૃહ વિભાગને મોકલવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ વાલોડ પોલીસને મળી હતી કે બાતમી આધારે વાલોડના સુંદરનગરમાં રહેતી જીવંતીકા સંજયભાઇ ભટ્ટ તેના ઘરમાં ઘણા સમયથી બહારથી લલનાઓ બોલાવી ઘરમાં આર્થિક લાભ માટે કુટણખાણું ચલાવી રહી છે. જે આધારે પોલીસે રવિવારના રોજ મહિલાના ઘરે દરોડો પાડતાં પોલીસને ઘરમાંથી એક પુુરુષ અને મૂળ બાંગ્લાદેશની અને હાલ સુરતના સચીન ખાતે રહેતી ૨૨ વર્ષીય યુવતી પણ પકડાઈ ગઈ હતી. પોલીસે આ પ્રકરણમાં કુલ ત્રણ આરોપી વિરુદ્ધ ટ્રાફિકી ઈમોરલ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. જ્યારે પકડાયેલી યુવતી બાંગ્લાદેશી હોય તેને નજરકેદ કરી હતી. અને ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ થતાં આજરોજ તાપી જિલ્લા એસઓજી પીઆઈ રણધીરસિંહ દોડીયા સહિતના અધિકારીઓ દોડતા થયા હતાં. અને બાંગ્લાદેશી યુવતીની પૂછપરછ શરૂ કરી હતી. ત કઈ રીતે ભારતમાં આવી તેમની પાસે વીઝા છે કે કેમ કે ગેરકાયદેસર વસાહત કરે છે તે અંગેની પુછતાછ બાદ પોલીસે એક અહેવાલ તૈયાર કરી રાજ્યના ગૃહ વિભાગ અને આઈબીને મોકલવાની તૈયારી હાથ ધરી છે.
સ્ટેટ આઇબી તપાસ કરશે
પોલીસે પુછતાછ બાદ બાંગ્લાદેશી ૨૨ વર્ષીય યુવતીને હાલ પુરતી નજર કેદ રાખવા માટે સુરત નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે. હવે સ્ટેટ આઈબી તેમજ સેન્ટ્રલ આઈબી આ યુવતીની પુછપરછ કરવામાં આવશે.