• Gujarati News
  • પુના અને ઉનમાં રેતીમાફિયાઓનું મોડીરાત્રે બેધડક રેતીખનન

પુના અને ઉનમાં રેતીમાફિયાઓનું મોડીરાત્રે બેધડક રેતીખનન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના ચોમાસાની શરૂઆત પછી પણ જાણે રેતી મફિયાઓ બેરોકટોક રેતી ખનન દ્વારા સરકારી તજિોરીને ચૂનો લગાડી રહ્યાં છે. ત્યારે સ્થાનિક અધિકારીઓના વલણથી તાપી કિનારાથી ખનીજ સંપત્તિ જાણે લૂંટાઈ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા જ સુરત ભૂસ્તર વિભાગે બૌધાન ખાતે છાપો મારી કેટલીક ટ્રકો સીઝ કરી હતી. પંરતુ પ્રતબિંધિત વિસ્તારમાંથી પણ થતાં રેતીના વેપલાને જોઈ જાણે ચોંકી ઉઠ્યા પરંતુ આતો જાણે હીમશીલાનો ઉપરનો જ ભાગ હતો. આવી અનેક જગ્યાઓથી રેતી ચોરી થઈ રહી છે. જેમાં પુના- ઉન- કોસાડી વિસ્તારમાંથી પણ મોડી સાંજથી રેતી ઉલેચવાનો ધંધો શરૂ થઈ ગયો હોવાની બૂમરાણ મચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના પુના અને ઉન ગામના તાપી કિનારા પર છેલ્લા કેટલાક દિવસથી રેતી માફિયાઓ દ્વારા રેતી ખનની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. પુના ઉન ગામથી માત્ર ચાર પાંચ કિમી આવેલ તાલુકાની કચેરીના અધિકારીઓ આ બાબતે જાણે અજાણ થઈ રહ્યાં છે. ત્યારેે રેતી માફિયાઓ સ્થાનિક અધિકારીઓનું તથા સ્થાનિક અગ્રણીઓને ખરીદી લીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આવા રેતી માફિયાઓ જાણ માથા ભારે બની ગયા છે. અને યેનકેન પ્રકારે અધિકારીઓને પણ સમજાવી લઈ કે મોટા માથાઓના નામે સરકારી તજિોરીને મોટો ફટકો પહોંચાડી
રહ્યાં છે.
સ્થાનિક રહીશો દ્વારા ઘણીવાર રજુઆતો થતી હોય છે. તે તરફ પણ કોઈ ધ્યાન ન આપી બિન અધિકૃત પ્રવૃત્તિને જાણે વેગ મળી રહ્યો છે. સ્થાનિક અધિકારીઓ તથા ભૂસ્તર વિભાગના અધિકારીઓની પણ ઐસીતૈસી કરતાં સ્થાનિક રહીશો પણ આવી રેતી માફિયાઓથી ડરી રહ્યાં છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ અધિકારીઓના મેળાપીપળામાં જ રેતી ખનન પ્રવૃત્તિ દિન પ્રતિદિન વેગ પકડી રહી છે. ત્યારે પુના ઉન વિસ્તારમાંથી મોડી સાંજથી આખી રાત ખનીજ સંપત્તિ બાબતે અધિકારીઓ તપાસ કરશે કે પછી ‘હોતા હૈ ચલતા હૈ’ની નીતિ ચાલુ રાખી રેતી માફિયાઓને પ્રોત્સાહન આપશે તે જોવું રહ્યું.