તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બી. એડ્. માં કયા મળ્યો છે પ્રવેશ, ૧૦ જુલાઇએ જાણ થશે

બી. એડ્. માં કયા મળ્યો છે પ્રવેશ, ૧૦ જુલાઇએ જાણ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી. એડ્. માં ઓનલાઇન ફોર્મ ભરનાર છાત્રને આગામી ૯ અથવા ૧૦ જુલાઇ સુધીમાં જાણકારી મળી જશે કે, કઇ કોલેજમાં એડમશિન મળ્યું છે તેમ સુકેબના ચેરમેને જણાવ્યું હતું.
આ વર્ષથી બી. એડ્. માં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે તેના ભાગરૂપે બી. એડ્. માં પ્રવેશ મેળવવા માગતા છાત્રોએ પ્રવેશ અંગેની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી હતી.
સૌરાષ્ટ્રમાંથી કુલ ૧૦, ૮૭૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભયૉ હતા. ચકાસણીના અંતે ૭૯૯૦ ફોર્મ વેરફિાઇ કરીને સબમિટ કરાયા હતા. હવે, આ વિદ્યાર્થીઓને કઇ કોલેજમાં પ્રવેશ મળ્યો છે તે અંગેની માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર જ આગામી ૯ અથવા તો ૧૦ જુલાઇ સુધીમાં મળી જશે.
સૌરાષ્ટ્રમાં બી. એડ્. ની ૮૦ કોલેજો આવેલી છે. દરેક કોલેજોમાં ૧૦૦ બેઠકો હોય છે. હાલની સ્થિતિએ આ વર્ષે બી. એડ્. માં ઘણી બેઠકો ખાલી રહે તેવી સંભાવના છે. જોકે જે ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયા છે. તેવા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કવોટાની બેઠકો પર એડમીશન મેળવે તેવી શકયતા છે.