તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લઘુમતી સમાજના નેતા શોધવા મોદીએ સંગઠનને સૂચના આપી

લઘુમતી સમાજના નેતા શોધવા મોદીએ સંગઠનને સૂચના આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ કેિન્દ્રય મંત્રી ભાવનાબેન ચીખલિયાની પ્રાર્થનાસભામાં હાજરી આપીને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે સાંજે રાજકોટ એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યું હતું. હેલિકોપ્ટરમાં ફ્યૂલ પૂરાવા રાજકોટ રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. સાથે-સાથે ટૂંકા રોકાણ દરમિયાન અધિકારીઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને લઘુમતી સમાજના નેતા કાદર સલોતના અવસાન બાદ લઘુમતી સમાજ માટે નવા ચહેરાની શોધ કરવા સંગઠનને સૂચના આપી હતી.
આજે મુખ્યમંત્રી મોદી રાજકોટ એરપોર્ટ પર ૨૦ થી ૨૫ મિનિટ રોકાયા હતા ત્યારે મ્યુનિ. કમિશનર અજય ભાદુ સાથે કેટલો વરસાદ પડ્યો, હાલ પાણીની શું પરિસ્થિતિ છે તે અંગે ટૂંકમાં ચર્ચા કરી હતી, તો મેયર દક્ષાબેનને ગાડી પાટે ચડી ગઇ ને ? તેવા સવાલ સાથે હળવી ચર્ચાઓ કરી હતી તો સંગઠનના નેતાઓને લઘુમતી સમાજના મજબૂત, દીર્ઘર્દિષ્ટ ધરાવનાર નવા ચહેરા એટલે કે, નેતા શોધવાની સૂચના આપી હતી. મોદીના ટૂંકા રોકાણ બાદ મ્યુનિ. કમિશનર, કલેકટર, મેયર, ભાજપ શહેર પ્રમુખ, અધિકારીઓ વગેરેએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ટૂંકા રોકાણ વચ્ચે કોઇ મિિંટગ કે સત્તાવાર ચર્ચા રાખવામાં આવ્યા નથી. માત્ર, આૈપચારિક મુલાકાત જ હતી તેમ શહેર પ્રમુખ ભીખાભાઇ વસોયાએ જણાવ્યું હતું.