તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દિયરની સાળીને આશ્ર્વાસન આપતા પતિને જોઇ આપઘાત

દિયરની સાળીને આશ્ર્વાસન આપતા પતિને જોઇ આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરસ્ત્રી સાથેના આડા સંબંધની જાણ થઇ જતા પત્નીને ત્રાસ આપત
દેરાણીની બહેનને આશ્ર્વાસન આપી રહેલા પતિના ચારિત્રય પર શંકા જતાં દ્વારિકાધીશ સોસાયટીની પટેલ પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
ગોકુલધામ મેઇન રોડ પર આવેલી દ્વારિકાધીશ સોસાયટીમાં રહેતી પટેલ પરિણીતા નશિા દપિેનભાઇ ડઢાણિયા (ઉ.વ.૨૩)એ સોમવારે બપોરે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જાણ થતા જ પરિણીતાને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નીપજયું હતું. પરિણીતાના આપઘાતની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, માણાવદરના લીંબુડા ગામની નશિાના લગ્ન એક વર્ષ પૂર્વે જ દપિેન સાથે થયા હતા. નશિાના દિયર હાદિgકે બે મહિના પૂર્વે જ વિધિ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રવિવારે સવારે નશિાની દેરાણી વિધિ અને તેની બહેન વસુ નશિાના ઘરે ગયા હતા. અને સાંજે દેરાણી સાથે નીશા શાકભાજી લેવા લઇ હતી. જ્યારે દેરાણીની બહેન વસુ ઘરે રોકાઇ હતી. નીશા અને તેની દેરાણી ખરીદી કરીને ઘરે પરત ફયૉ ત્યારે પતિ દપિેન દેરાણીની બહેન વસુના માથા પર હાથ ફેરવી તેને આશ્ર્વાસન આપી રહયો હતો. આ દ્રશ્ય જોઇ નીશાના માનસમાં શંકાનો કીડો સળવળ્યો હતો. અને આ મુદ્દે રાત્રીના બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. બનાવ અંગે મૃતકના પિતા પરષોતમભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દપિેનને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોય અને આ અંગેની નશિાને જાણ થતાં તે ત્રાસ આપતો હતો.આપઘાત કરતા પૂર્વે પતિને ફોન કરી ઘરે બોલાવ્યો
ખાનગી કંપનીમાં નોકરી કરતો દપિેન ડઢાણીયા નોકરી પર ગયો હતો. પોણા અગિયાર વાગ્યાના અરસામાં નશિાએ પતિ દપિેનને ફોન કર્યો હતો. અને કહ્યું હતું કે , ઘરે આવો મારે વાત કરવી છે. તેમ કહી પરિણીતાએ ફોન કાપી નાખ્યો હતો. ઘરે પહોંચેલા દપિેનને પત્નીની લાશ લટકતી હાલતમાં નજરે પડી હતી.