તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વેટની ૩૧૦૦ કરોડની વસૂલાત બાકી

વેટની ૩૧૦૦ કરોડની વસૂલાત બાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસેસમેન્ટના કેસોમાં
રાજ્યમાં સેલ્સ ટેકસની નાબૂદી અને વેલ્યૂએડેડ ટેકસ (વેટ) આધારિત કરમાળખું અમલમાં આવ્યા બાદ રાજકોટ, જામનગર, ગાંધીધામ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકસની એસેસમેન્ટની બાકી ખેંચાતી આવતી રકમનો આંકડો ૩૧૦૦ કરોડ થઇ ગયો છે. રાજ્યના વેટ કમિશનરે બાકી ખેંચાતી રકમ અંગે આકરી ઝાટકણી કાઢી તાકીદે રકમ વસૂલવા, કડક કાર્યવાહી કરવા હુકમ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે.
આ સંદર્ભે રાજકોટ વેટ ડિિવઝનના જોઇન્ટ કમિશનર સંજય સકશેનાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વેટ એકટ૧/૪/૨૦૦૬ થી અમલમાં આવ્યા બાદ ૩૧/૪/૨૦૦૯ સુધીમાં અપીલ, એસેસમેન્ટના કેસોનો ભરાવો થતાં એસેસમેન્ટની બાકી ખેંચાતી રકમનો આંકડો ૩૧૦૦ કરોડ પર પહોંચ્યો છે. જે સંદર્ભે સમગ્ર ડિવઝિનમાં છેલ્લા કેટલાક સમય કડક કાર્યવાહી આરંભી નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. બેંક ખાતા સીઝ કરાયા છે તેમજ મિલકતો પણ સીઝ કરવા કાર્યવાહી આરંભાઇ છે.
રાજ્યના વેટ કમિશનર એચ.વી. પટેલ, એડશિનલ કમિશનર કે.બી. ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓની મળેલી મુલ્યાંકન બેઠકમાં જે તે ડિવઝિનમાં રિકવરીની બાકી ખેંચાતી રકમ અંગે આકરી ટીક્કા કરવામાં આવી હતી. તેમજ સરકારની બાકી ખેંચાતી રકમની તાત્કાલિક ઉધરાણી કરવા હૂકમ કરાયો હતો.કેટલા બેંક ખાતા પર ટાંચ
વેટ વિભાગ દ્વારા નાંણાંની વસૂલાત માટે કડક પગલાં લેવાના શરૂ થયા છે અને વેટ એકટની કલમ - ૪૨ હેઠળ વર્ષ ૦૮-૦૯ ના હિસાબ અંતર્ગત ૪૯૪ બેંક ખાતા ટાંચમાં લેવાયા છે. આ ખાતામાં જમા થતી રકમ સીધી વેટને મળી જશે. નાણાંકિય વર્ષ ૦૭-૦૮માં પણ બાકી નાણા વસૂલવા મળે ૩૯૮ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હોવાનું જોઇન્ટ કમિશનર સંજય સકશેનાએ જણાવ્યું હતું.
૩૧ મિલકત સીઝ કરાઇ
રાજકોટ ડિવઝિનમાં બાકી ખેંચાતી રકમની ઉઘરાણી અર્થે નોટિસ ઉપરાંત જમીન, મહેસૂલ સંહિતાની કલમ ૧૫૨ અને ૨૦૦ અંતર્ગત મિલકત જપ્ત અંગે પણ નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. આમ છતાંં નાણાં ન ભરવામાં આવતા ૩૧ મિલકતો સીઝ પણ કરવામાં આવી છે.કયા જિલ્લામાં કેટલા કરોડ
રાજકોટ વેટ ડિવઝિનમાં સૌથી ઓછી રકમની વસૂલાત સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી છે જ્યારે સૌથી વધુ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં બાકી ખેંચાય છે.
જિલ્લાનું નામ રકમ
રાજકોટ ૮૧૨ કરોડ
જામનગર ૮૬૯ કરોડ
સુરેન્દ્રનગર ૩૨૦ કરોડ
ગાંધીધામ ૧૧૧૧ કરોડ